અજાણ્યા યુવકની લાશ મળી આવતા ખળભળાટ, હત્યાની આશંકા

સુરત,
વરાછા વિસ્તારમાં આવેલા એકે રોડ પર એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
વરાછા વિસ્તારમાં એકે રેડ પર આવેલી પોલીસ ચોકી નજીકથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોÂસ્પટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અજાણ્યા યુવકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જાકે, અજાણ્યા યુવકની હત્યા કરી ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.