દુકાનમાં આગ લાગતા સાડીનો જથ્થો બળીને ખાક

દુકાનમાં આગ લાગતા સાડીનો જથ્થો બળીને ખાક
Spread the love

સુરત,
ઉમરવાડા વિસ્તારમાં આવેલા સંત કબીર બાગ પાસેની કિરણ માર્કેટમાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઉમરવાડા વિસ્તારમાં આવેલા સંત કબીર બાગ પાસે આવેલી કિરણ ટેક્સટાઈલ માર્કેટની દુકાન નંબર ૪૫૧માં શોર્ટ સર્કિટ જેવા અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી આગની જાણકારી ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ૩ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવે તે અગાઉ જ આગમાં સાડીઓનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!