ટ્રમ્પે ૨૬ મિનિટના ભાષણમાં ભારત શબ્દનો ૫૦ વાર ઉલ્લેખ કર્યો

ટ્રમ્પે ૨૬ મિનિટના ભાષણમાં ભારત શબ્દનો ૫૦ વાર ઉલ્લેખ કર્યો
Spread the love

અમદાવાદ,
ભારતના બે દિવસીય પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની એકતાની પ્રશંસા કરી. તેમણે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં જણાવ્યું કે ભારતની એકતા વિશ્વ માટે પ્રેરણાદાયક છે. આ સાથે જ તેમણે સ્વામી વિવેકાનંદના કથનને યાદ કરીને કહ્યું કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક સહયોગી છે. પોતાના ૨૬ મિનિટના ભાષણમાં રાષ્ટÙપતિ ટ્રમ્પે ભારત શબ્દનો ઉલ્લેખ વારંવાર કર્યો અને ૫૦ વખત આ શબ્દનું પુનરાવર્તન કર્યુ.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ૨૬ મિનિટના ભાષણમાં અમેરિકા શબ્દ ૨૩ વાર, મોદી ૧૨, દુનિયા ૧૧, આતંકવાદ ૭, પાકિસ્તાન ૪, મિલિટરી ૭, લોકતંત્ર ૫, મિત્રતા ૫, અર્થવ્યવસ્થા ૫, વેપાર ૪, કલ્ચર ૩, બોર્ડર ૨, સુરક્ષા ૩, પાડોશી ૨, ગુજરાત, ગાંધી અને મોટેરા ૨ વાર અને ગરીબી શબ્દનો ૨ વાર ઉલ્લેખ કર્યો. જ્યારે તેના ભાષણમાં સાયન્સ, ટેક્નોલોજી, બોલીવુડ, ચાવાળા, સચિન તેંડુલર, વિરાટ કોહલી, સરદાર પટેલ, વિવેકાનંદ અને તાજમહેલનો પણ ઉલ્લેખ થયો.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું હતું. મોદી અને ટ્રમ્પે એક લાખથી વધારે લોકોને સંબોધન કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત નમસ્તેથી કરી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!