વિસાવદરના સતાધાર ધામે સાધુ મૂર્તિઓનો ભંડારો યોજાયો

વિશ્વમાં સુપ્રસિદ્ધ એવા સતાધાર ધામમાં આજ રોજ અંદાજિત 1000થી 1200 સાધુ મૂર્તિઓ એક જ પંગતમાં બેસીને આજે પ્રસાદી નો લાભ લીધેલ હતો જૂનાગઢના શિવરાત્રીનો મેળો પૂરો થાય એટલે મેળા માં જેટલાં સાધુ મૂર્તિઓ આવ્યા હોય અને જે પણ અખાડાના હોય તે સાધુ મૂર્તિ મેળો પૂર્ણ થયા બાદ અવસ્ય સતાધાર દર્શન કરવા આવે છે તેમાં મહંત પણ હોય શ્રિમહન્ત હોય થાના પતિ કે ચલતા રામ સાધુ મૂર્તિ હોય તે તમામ સાધુઓને એકજ પંગત માં બેસાડીને ભાવથી ભોજન કરાવામાં આવે છે.
ભોજન બાદ પરંપરા મુજબ ભેટ દક્ષિણા કરવામાં આવે છે આ નીયમ સતાધાર નો વર્ષો જૂનો હોય શામજી બાપુ તથા જીવરાજ બાપુ અને હાલના સતાધારના ગાદીપતિ વિજય બાપુ પણ આ પરંપરા નિભાવી રહ્યા છે અને આ ભંડારાનો લાભ લેવા અનેક સાધુ મૂર્તિઓ પધારી રહ્યા છે આ ભંડારો ત્રણ દિવસ થયા સતત ચાલુ છે અને આજે અખિલ સાધુ સમાજ ના પ્રમુખ પૂજય મુક્તાનંદ બાપુ તેમજ આપાગીગા ઓટલાના મહેનત નરેન્દ્ર બાપુ પણ હાજર રહ્યા હતા.
આ સાધુ મૂર્તિઓની પંગત પડે એટલે સતાધારના સેવકગણ પણ તેમની સેવા કરવા માટે તત્પર હોય અને તમામ સાધુ મૂર્તિઓને ભાવથી ભોજન કરાવે છે અને હાલના ગાદીપતિ વિજય બાપુ પણ ભાવથી સાધુ મૂર્તિઓની સેવા કરી સાથે સાથે અઢારે વરણના કોઈપણ માનવીને કોઈપણ જાતનું દુઃખ હોય તે સતાધારની જગ્યામાં આવીજાય એટલે તેમના તમામ દુઃખ દર્દ મટી જાય છે અને પૂજ્ય આપાગીગાના દરબાર માંથી કોઈ પણ શ્રદ્ધા અને વિશ્વાસ થી કરેલું કાર્ય હમેશા પૂર્ણ થાય છે તે પરંપરા આજ દિવસ સુધી વિજય બાપુએ જાળવી રાખી છે અને દીનદુઃખીયાની તથા કોઈપણ પશુપક્ષી ઓની સેવાની ધૂણી લગાવીને વિજય બાપુ સતાધારને પ્રગતિનાપંથે લઈ જઈરહ્યા છે.
રિપોર્ટ : હરેશ મહેતા