ગાંધીનગર વંડર કિડ્સ પ્રિસ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ-2020નું આયોજન

ગાંધીનગર સેકટર-3માં વંડર કિડ્સ પ્રિસ્કૂલ દ્વારા આંબેડકર હોલ ખાતે વાર્ષિકોત્સવ-2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 55 જેટલાં નાના બાળકો દ્વાર ખુબ જ સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડો ટીચર, નિવૃત્ત આચાર્ય શ્રીમતી ઇન્દુમતી નિમાવત મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. જેમના વરદ હસ્તે દિપપ્રાગત્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રી સ્કૂલ ના આચાર્ય વિલાસબેન ડોડીયા એ શાળા વિષયક માહિતી આપી હતી. નાના ભૂલકાઓએ પર્યાવરણ બચાવવા “નો પ્લાસ્ટિક યુઝ” નો સંદેશો આપ્યો હતો. સાથે આ બાળકોના મમ્મીઓ દ્વાર રજૂ કરવામાં આવેલ ડાન્સ પણ ખુબ જ સરાહનીય રહ્યો હતો. કાર્યક્રમ નાં અંતે રાષ્ટ્રગાન નો પ્રસ્તુતિ કરવામાં આવી હતી.