કડીમાં નાનાબાર સમાજના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ

કડી ભાઉપુરા સ્થિત એસ.એમ.કે પ્રાથમિક શાળા(sv)માં કડી શહેર નાનાબાર પાટીદાર સમાજના ધોરણ ૧૦તથા ૧૨ ના બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ ખૂબ ઉત્સાહભેર વાતાવરણમાં યોજાઈ ગયો આ કાર્યક્રમમાં ધોરણ ૧૦,૧૨ ના કુલ વિદ્યાર્થી ભાઇ- બહેનો તથા તેમના માતા-પિતા મંડળના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમના મુખ્ય વક્તા ચૈતન્ય ભાઇ આર પટેલ અે સોફ્ટ સ્કિલ ટ્રેનર તરીકે ખૂબ રોચક મોટીવેશન સ્પીચ આપી હતી.
વિદ્યાર્થીઓમાં પોતાનો આત્મવિશ્વાસ જગાવ્યો હતો કાર્યક્રમના પ્રારંભમાં સરસ્વતીની પ્રાર્થના તથા મહેમાન પરિચય થી થયો હતો મંડળના મંત્રી સંજયભાઇ સાહેબે પ્રસ્તાવિક પ્રવચન આપ્યું હતું ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની કુ. જીયા વી પટેલે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે સુંદર પ્રતિભાવ આપ્યો હતો મંડળના પ્રમુખ ભીખાભાઇ જી પટેલે આભાર દર્શન કર્યું હતું આ પ્રસંગે દરેક વિદ્યાર્થીને પરીક્ષાલક્ષી કિટ સ્મૃતિ ચિહન તરીકે ભેટ આપી હતી અંતે રાષ્ટ્રગીત ગીત થી કાર્યક્રમ સંપન્ન થયો હતો શૈલેષભાઇ પટેલ (સાહેબે) કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.