શહેરા ગોધરા હાઇવે ઉપર આવેલા સરકારી દવાખાના પાસે સ્પીડ બ્રેકર મુકવા માંગ

પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરામાં શહેરા ગોધરા હાઇવે પાસે આવેલા સરકારી દવાખાના પા ત્રણ ચોકડી આવેલ છે જે તે આ હાઈવે પર રાત દિવસ ધમધમતા વાહનો આવતા જતા હોય છે ત્યાં સરકારી દવાખાના પાસે શહેરા અને તાલુકાના સો ઉપરાંત ગામડાઓમાંથી પ્રજાજનો સારવાર દરમિયાન આવતા જતા હોય છે ત્યારે હાઈવે રોડ ક્રોસ કરીને કેટલાકને આવા જવું પડે છે જેથી તેમને અકસ્માતનો થવાનો ભય સતાવી રહ્યો છે.
ભૂતકાળમાં અકસ્માતો પણ થઇ જવા પામ્યા છે જેથી લાગતા વળગતા તંત્ર વહેલી તકે અહીં સ્પીડ બ્રેકર ત્રણ ચોકડીઓ પાસે મુકાય તે જરૂરી છે તેમજ રાહદારીઓની માંગણી પણ છે એ જ પ્રકારે લુણાવાળા હાઇવે પર શહેરા બસ સ્ટેન્ડ થી થોડે દૂર આવેલી ચોકડી પાસે પણ હાઈ સ્પીડ બ્રેકર મુકવા જરૂરી છે ત્યાં પણ શહેરા અને તાલુકામાંથી વિદ્યાર્થીઓ હાઈ સ્કૂલ માં જવાનો રોડ ક્રોસ કરીને વિદ્યાર્થીઓને આવવા-જવાનું થાય છે જેથી વિદ્યાર્થીઓને અકસ્માત થવાનો ભય સતાવે છે જ્યાંથી પણ સ્પીડ બ્રેકર મુકાય તે જરૂરી છે.