રાજકોટ શહેર કે.કે.વી ચોક પાસેથી દારૂની ૧૮ બોટલ અને ૭૨ ચપલા સાથે એક ઈસમને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટ શહેર તા.૨૭.૨.૨૦૨૦ ના રોજ શહેરમાં બેફામ બનેલા બુટલેગરો ઉપર પોલીસ ખાસ વોચ રાખી રહી છે. ત્યારે ગાંધીગ્રામ પોલીસે બાતમી આધારે પરાપીપળીયાના શખ્સને કે.કે.વી ચોક પાસેથી દારૂની ૧૮ બોટલ અને ૭૨ ચપલા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં બુટલેગરો ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર અગ્રવાલ. જે.સી.પી. અહેમદ. ડી.સી.પી. જાડેજા. એ.સી.પી. દિયોરાની સૂચનાથી ગાંધીગ્રામ પીઆઇ ખુમાનસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન ગોપાલભાઈ પાટીલ દિગ્વિજયસિંહ ગોહિલ અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે ખોડુભા જાડેજા, હાર્દિકસિંહ પરમાર, વનરાજસિંહ લાવડીયા, કનુભાઈ બસીયા અને અમીનભાઈ કરગથરાને સાથે રાખીને કે. કે.વી ચોકમાં જી.ટી.શેઠ હાઈસ્કૂલ પાસેથી વિમલના બે થેલા લઈને ઉભેલા શખ્સને સકંજામાં લઇ નામઠામ પૂછતાં પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતો અને રીક્ષા ચલાવતો અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલભાઇ બેલીમ હોવાનું જણાવતા થેલાની જડતી લેતા તેમાંથી દારૂની ૧૮ બોટલ અને ૭૨ ચંપલા મળી આવતા ૧૪.૪૦૦ નો દારૂ કબ્જે કરી પૂછપરછ કરતા તે દમણથી દારૂ લઇ આવ્યો હોવાની કબૂલાત આપી હતી. આ શખ્સ અગાઉ એક હત્યાના ગુનામાં પકડાઈ ચુક્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)