પાટણ જિલ્લાનો ઘરફોડ ચોરીનો આરોપી કડીમાંથી ઝડપાયો

પાટણ શહેરના પોલીસ મથકે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને પાટણ શહેરની પોલીસે કડી માં હોવાની બાતમીને આધારે કડી માંથી ઝડપી પાડ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી વિગતો મુજબ પાટણ શહેરમાં ટાંકાવાડા પાસે રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીમાં પી.આઈ.એ.સી.પરમાર સહિતના અધિકારીઓએ ઘરફોડ ચોરીનો ગુન્હો ઉકેલવા ચોરી થયેલ વિસ્તારના આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસતા ઘરફોડ ચોરીમાં મૂળ કડી કસ્બા માં અને અત્યારે હાલ પાટણ ના પાંચપાડા ખાતે ભાડાના મકાનમાં રહેતો પઠાણ યાસીન ઉર્ફે ટાઇગર કાલેખાન હોવાનું માલુમ પડ્યું હતું.
જેની પાટણ પોલીસ ને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીનો આરોપી કડી ખાતે હાજર છે જેથી પાટણ પોલીસે કડી પોલીસ ને જાણ કરી હતી જેથી કડી પોલીસે આરોપીને પકડી પૂછપરછ કરતા તેણે પાટણ ખાતે થયેલી ઘરફોડ ચોરીનો ગુન્હો કબૂલી લીધો હતો.જેથી કડી પોલીસે પાટણ પોલીસ ને જાણ કરી પાટણ ખાતેના આરોપીના બંધ મકાનમાંથી ચોરીનો 39,600/- જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.