કડીમાં પ્રેમ પ્રકરણને લઈને બે જૂથ વચ્ચે ધીંગાણું : સામ-સામે ફરિયાદ

- કડી માં બે કોમ વચ્ચે ઝઘડામાં સામસામે ફરિયાદ
સમગ્ર ગુજરાતમાં કડી શહેર એ કોટન સીટી તરીકે જાણીતું છે પરંતુ થોડા સમય થી શહેરમાં છાછ વારે થતા રમખાણો થી શહેરની જનતા ત્રાસી ગયી છે. કડી શહેરમાં ગુરુવાર ની સાંજે બે કોમ ના ટોળા સમાજની છોકરી ના પ્રેમ પ્રકરણ ની બાબતમાં સામસામે આવી ગયા હતા અને એકબીજા ઉપર હિંસક હુમલાઓ કરી દીધા હતા જેથી સમગ્ર કડી શહેરમાં તંગદિલી ફેલાયી ગયી હતી.બે સમાજના ટોળા વચ્ચે હિંસક ઘટના બનવાની ઘટના ની જાણ થતાં જિલ્લા પોલીસ વડા મનિષસિંહ અને રેન્જ આઈજી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બંને સમાજના આગેવાનોને મધ્યસ્થી બનાવી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી.
કડીના કરણનગર રોડ ઉપર રહેતી સગીરા ને આરોપીઓએ અડપલાં કરી મોબાઈલ માં ફોટા પાડી વાયરલ કરવાની ધમકીઓ આપી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી અને તેના કુટુંબીઓને આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં તલવારો અને ધોકા જેવા ઘાતક હથિયારો ધારણ કરી ફરિયાદીને ખભાના ભાગે તેમજ માથાના ભાગે તલવાર મારી ઇજાઓ પહોંચાડી હતી.
મારામારી કરી ફરિયાદીના ગળામાં પહેરેલો સોનાનો દોરો તેમજ ખિસ્સામાં મુકેલ રોકડ રકમ રૂ.45000/- ની લૂંટ કરી ઘર બહાર પાર્ક કરેલી ગાડીઓમાં તોડ ફોડ કરી હતી જેની ફરીયાદ સગીરાના કાકાએ કડી પોલીસ મથકમાં આપી હતી જ્યારે બીજી બાજુ સિદ્ધરાજ સોસાયટીમાં રહેતા લાલસિંહ રાજપુતે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીની કડી – છત્રાલ હાઇવે ઉપર આવેલ જય માતાજી મોબાઈલ નામની દુકાનમાં તોડ ફોડ કરી રૂપિયા દશ લાખનું નુકસાન કરી દુકાનના કાઉન્ટરમાંથી લૂંટ કરી ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ આપી હતી.
શહેરમાં બે સમાજ વચ્ચે ઝઘડો થયો હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતા દુકાણદારોએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી.તોફાની તત્વોએ ગુરુવારે મોડી રાત્રે ભાગ્યોદય હોસ્પિટલમાં પણ હથિયારો સાથે હિંસક હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો કડી ખાતે બોલાવી દીધો હતો.શુક્રવાર ના રોજ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેવા હેતુ થી પોલીસે શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી.
પોલીસે બંને સમાજમાં રહેલા તોફાની તત્વો ને મોડી સાંજ સુધીમાં પકડી જેલ હવાલે કર્યા હતા. મળતા સમાચાર મુજબ શહેરમાં એસ.આર.પી. કંપની ને શહેરમાં અનિચ્છનીય ઘટના ઘટે નહિ તે માટે બંદોબસ્ત માટે ઉતારી દેવામાં આવી છે તથા મહેસાણા જિલ્લા પોલીસ વડા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શહેરમાં હાજર રહી પરિસ્થિતિ વણસે નઈ તેની તકેદારી રાખી રહ્યા છે.
પોલીસે શાંતિ રાખવા શહેરમાં બે વાર ફ્લેગ માર્ચ યોજી
બે સમાજ વચ્ચે થયેલા ઝગડાથી શહેરનો માહોલ ખરાબ થયી ગયો હતો લોકો ઘર બહાર નીકળવામાં ડરી રહ્યા હતા ત્યારે પોલીસે તોફાનીઓ ને કાબુમાં લેવા દિવસભરમાં બે વખત ફ્લેગ માર્ચ યોજી હતી.