રાણપુર આંબા સરકારી શાળામા મહિલા શિક્ષકે કારથી પોતાની જ શાળાની બાળકીને ઉડાડી

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની પહાડી પર આવેલી રાણપુર આંબા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ખ્યાતિબેન ઉપાધ્યાય શાળાના મેદાન મા અલ્ટો કાર ચલાવતાં હતા અને શુક્રવારે 5 વાગે તેમના દ્વારા કાર ચાલુ કરાતા તેમના હાથે થી ભયંકર અકસ્માત થયો હતો જેમા પાણી ની ટાંકી પાસે રમી રહેલી પીંજારી બેન સોલંકી નું કાર ની અડફેટે માથુ ફાટી જવાથી ઘટનાસ્થળે મોત થયુ હતુ, ત્યારબાદ ઘબરાયેલી શાળા શિક્ષિકા ખ્યાતી બેન ઉપાધ્યાય અન્ય શાળાના શિક્ષકો સાથે ભાગી ગયા હતા.
રાણપુર આંબા પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતી ધોરણ 3 ની બાળકી પિઝારીબેન સોલંકી, ચાડલી ફળી, રાણપુર થી રોજ શાળા એ આવતી હતી આજે આ ઘટનાને પગલે વાલી સહિત આખા ગામમાં ચકચાર મચી જવા પામી હતી અંબાજી પોલીસ એ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ અંબાજી પીએસઆઈ ગોવિંદજી રૂડાજી ઠાકોર ચલાવી રહ્યા છે આ બાબતે અંબાજી પોલીસ મથકે શાળાની શિક્ષિકા ખ્યાતીબેન ઉપાધ્યાય સામે 304 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી રહ્યા છે આ બાબતે બાળકીના પિતા લાડુભાઇ મોતીભાઈ સોલંકીએ પોલીસ મથકે કાયદેસર ફરીયાદ પણ આપેલ છે
મળતી માહિતી મુજબ રાણપુર આંબા ગામે પ્રાથમીક શાળા ના શિક્ષક ની અલ્ટો કાર નંબર જી જે 09 બી ઈ 7675 ખ્યાતી બેન પૂર ઝડપે હંકારતા હતા. શિક્ષિકાએ શાળાકાર્ય દરમ્યાન પોતાની જ વિદ્યાર્થિનીને કચડી હોઇ નાના એવા ગામમાં મોટો ચકચાર મચી ગયો છે. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે બનેલી ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. આજે બાળકી નું પીએમ સરકારી કોટેજ હોસ્પીટલ ખાતે કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ છોકરી ની લાશ વાલી વારસ ને આપવામાં આવી હતી. આ બાબતે પ્રાથમીક શિક્ષણાધિકારી અને ગુજરાતના મુખ્યમંત્રી એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને છોડવામાં આવશે નહીં તેમ જણાવ્યુ હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
શાળામા છેલ્લા 20 -25 દિવસથી મહિલા શિક્ષિકા કાર શીખતાં હતા
શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો રાણપુર આંબા ગામે નોંધાયો હતો. શુક્રવારે જે ઘટના બની તેમા લોકોએ જણાવ્યુ હતુ કે આ મહિલા શિક્ષિકા છેલ્લા 20 દિવસથી શાળાના નાના મેદાનમા જ ચાલુ શાળા એ ભણાવવાની જગ્યા એ કાર શીખતાં હતા આમ આવી ઘટના રાજ્ય સરકાર અને શિક્ષણ જગત માટે કલંગ સમાન છે.