અનડીટેકટ ગંભીર વાહન અકસ્માતનો ગુન્હો ડીટેકટ કરતી અમરેલી ટ્રાફીક પોલીસ

અનડીટેકટ ગંભીર વાહન અકસ્માતનો ગુન્હો ડીટેકટ કરતી અમરેલી ટ્રાફીક પોલીસ
Spread the love

ફરિયાદી ભીખુભાઇ વલ્લભભાઇ દેવાણી ઉ.વ.૫૨, રહે.જસવંતગઢ, તા.જી.અમરેલી વાળા એ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ લખાવેલ કે, ગઇ તા.૩૦/૦૧/૨૦૨૦ ના પોતાનો દિકરો અશ્વિન પોતાનું મોટર સાયકલ યમાહા લીબેરો જેના રજી.નં.GJ 01 JX 0294 નુ લઇને જતો હતો અને મોટા માચીયાળા ગામે 400 કેવી સબ સ્ટેશન પાસે પહોંચતા એક અજાણ્યા આઇસર વાહન ચાલકે પૂરઝડપે બેફીકરાઈથી પોતાનું આઇસર વાહન ચલાવી પોતાના દિકરાના મોટરસાયકલ સાથે ભટકાવી, હડફેટે લઇ, પોતાના દિકરાના જમણા હાથ તથા જમણા પગ ઉપર ગંભીર ઇજાઓ કરી, અકસ્‍માત સર્જી નાસી ગયેલ હોવાની ફરિયાદ આપતાં અજાણ્યા આઇસર ચાલક વિરૂધ્‍ધમાં અમરેલી તાલુકા પો.સ્‍ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૨૨/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, મોટર વ્‍હિકલ એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ તથા નાયબ પો.અધિ.શ્રી.એમ.એસ.રાણા સાહેબ તરફ થી જીલ્લામાં અનડીટેકટ રહેલ વાહન અકસ્માત તથા વાહન ચોરીને લગતા ગુન્હાઓ ડીટેકટ કરવા તથા આવા ગુન્‍હાઓ બનતા અટકાવવા માટે જિલ્લા ટ્રાફીક શાખા ને આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાનેઆજ તા.૨૯/૦૨/૨૦૨૦ ના રોજ અમરેલી જિલ્‍લા ટ્રાફિક પો.સ.ઇ. શ્રી.ડી.સી.સાકરીયાનાઓ દ્વારા જિલ્‍લા ટ્રાફિકની ટીમ સાથે લાઠી રોડ બાયપાસ પાસે રોડ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવતાં વાહન ચેકીંગ દરમ્‍યાન રોડ ઉપર એક આઇસર ટ્રક નંબર GJ-14 X – 5665 નીકળતા તે ટ્રકને રોકાવી, તેના ચાલક પાસે સદરહું વાહન આઇસર ટ્રકના R.T.O લગત સાધનિક કાગળો માંગતા અને ટ્રક અંગે પુછપરછ કરતાં આઇસરનો ડ્રાઇવર એકદામ ગભરાઇ ગયેલ.

જેથી વધુ શંકા જતાં આઇસરના ડ્રાઇવરની સઘન પુછપરછ કરતાં તેમજ અમરેલી કમાન્ડ કંટ્રોલ રૂમ સાથે સંકલન માં રહી, સદરહું આઇસર ટ્રકના રજી.નંબર અમરેલી તાલુકા પો.સ્‍ટે.ના અકસ્‍માતના બનાવ સમય સાથે વેરીફાઇ કરતા આઇસરના ચાલકે પોતે ગત તા.૩૦/૦૧/૨૦૨૦ ના રોજ બાબરા થી સિમેન્ટની ગાડી ખાલી કરી પરત અમરેલી આવતો હોય ત્યારે આશરે પોણા સાતેક વાગ્યા ના સુમારે મોટા માચિયાળા ગામ પાસે આવેલ પાવર સબ સ્ટેશન પાસે રોડ ઉપર અમરેલી તરફ જતા એક મો.સા ચાલક ને હડફેટમાં લઇ અકસ્માત કરેલ તથા લોકો ના માર મારવાના ડરથી ત્યાંથી ભાગી જવાની કબુલાત કરેલ હતી.

અકસ્‍માત સર્જી નાસી જનાર આઇસરનો ડ્રાઇવર આરોપી

ભરતભાઇ બિચ્છુભાઇ ધાધલ રહે. દેવગામ તા.વડીયા વાળા ને C.R.P.C.કલમ ૪૧ (૧) (I) મુજબ તા.૨૯/૦૨/૨૦૨૦ ના કલાક ૯/૦૦ વાગે અટક કરી અમરેલી તાલુકા પો.સ્ટે. ના ગુન્હાના કામે આગળ ની ઘટતી કાર્યવાહી કરવા સોંપી આપેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્‍લા ટ્રાફીક શાખાના પોલીસ સબ ઇન્સ. શ્રી.ડી.સી.સાકરીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ પરમાર તથા હેડ કોન્સ શબીરભાઇ દલ તથા હેડ કોન્સ. બિપિનભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ જય આગ્રાવત અમરેલી

IMG-20200229-WA0018.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!