કડીમાં ભારેલો અગ્નિ : બિલ્ડરની ઓફિસે અજાણ્યા બુકાનીધારીઓ હુમલો કરી ફરાર

કડી સુજાતપુરા રોડ ઉપર આવેલી જય વિનાયક સોસાયટીની નવીન સ્કીમ ની ઓફિસે શનિવારના બપોર ના સમયે અજાણ્યા બુકાનીધારી શખ્સો એ ઘાતક હથિયાર લઈ હુમલો કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કડી શહેર સમગ્ર રાજ્યમાં કોટન સીટી તરીકે આગવી ઓળખ ધરાવે છે પરંતુ છેલ્લા થોડા સમય થી કડી માં છાછવારે બનતા હુમલા અને લૂંટ જેવી ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શનિવારના રોજ બપોરના 2 થી 3 વાગ્યાના ગાળામાં કડી સુજાતપુરા રોડ ઉપર આવેલ સતાવીસ સમાજના મેદાનની સામે નવીન નિર્માણ પામતી જય વિનાયક નામની સોસાયટીની ઓફીસ ઉપર સાતથી આઠ શખ્સો મોઢા ઉપર બુકાની ધારણ કરી છરી, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. અજાણ્યા હુમલાખોરોએ ઓફીસ માં કેટલાક નામની પૂછપુરછ કરી ઓફીસના દરવાજાના કાચ અને કેમેરા સહિત ફર્નિચરને નુકશાન પહોચાડ્યું હતું અને ઓફીસના ટેબલના ખાનામાં પડેલ રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થયી ગયા હતા.
હુમલાની માહિતી મળતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.ઘટનાની માહિતી સ્થાનિક પોલીસ ને મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ કેમેરા નું રેકોર્ડિંગ ચકાસી ડીવીઆર સહિતનો સામાન કબજે લઈ હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા હતા.
ઓફીસ માં નોકરી કરતા યુવાન ના ગળા ઉપર તલવાર મૂકી તોડફોડ અને લૂંટ ચલાવી હુમલાખોરો ભાગ્યા
હુમલાખોરોએ ઓફીસ અને તેની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા
કડી માં છેલ્લા બે દિવસ થી પટેલ અને દરબાર સમાજ વચ્ચે નો ઝગડો ચરમસીમા ઉપર પહોંચી ગયો છે.જિલ્લા ની સમગ્ર પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા શહેરમાં હાજર હોવા છતાં ઘટના સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે ઘટના સ્થળે થી વિગતો મેળવી આરોપીઓને ઝડપી પાડવા કોમ્બિંગ હાથ ધર્યું હતું.સ્કીમના માલિકોએ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.
સમગ્ર જિલ્લાની પોલીસ કડી માં હાજર હોવા છતાં હુમલો થતા પોલીસ ની કામગીરી સામે સવાલ
કડી શહેરમાં છેલ્લા બે દિવસ થી બે સમાજ વચ્ચે પ્રેમ પ્રકરણ ને લઈને ઝગડો ચાલી રહ્યો છે જેમાં પોલીસે ઘણાખરા આરોપીઓને ઝડપી લીધા છે.જિલ્લા પોલીસ વડાએ સમગ્ર જિલ્લાની પોલીસ અને એસ.આર.પી.ટુકડી ને શહેરમાં અનિચ્છનીય બનાવ ને ડામવા બંદોબસ્ત માં મૂકી દીધા છે ત્યારે બપોર ના સમયે અજાણ્યા હુમલાખોરોએ ઘાતક હથિયારો સાથે હુમલો અને લૂંટ કરતા પોલીસ ની કામગીરી સામે સવાલ પેદા થયી ગયા છે.
શાંત પડેલ કડી શહેરને ફરીથી સળગાવાનો અજાણ્યા હુમલાખોરો દ્વારા પ્રયાસ
છેલ્લા બે દિવસ થી પ્રેમ પ્રકરણ મુદ્દે બે સમાજ વચ્ચે ચાલી રહેલ ઝગડામાં પોલીસે ઘણાખરા આરોપીઓની ધરપકડ કરી બન્ને સમાજના આગેવાનોને મધ્યસ્થી કરી સુમેળ ભર્યું વાતાવરણ કરવાના પ્રયાસ ને અજાણ્યા હુમલાખોરોએ ફરીથી સળગાવાનો પ્રયાસ કર્યો છે.
કડી પાલિકાના પૂર્વ પ્રમુખ ની નવીન સાઇટ ઉપર હુમલા થી કડી માં અજંપા ભર્યો માહોલ
કડી સુજાતપુરા રોડ ઉપર આવેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જીપીએસસીના ડાયરેકટર રાજુભાઈ શુક્લ અને તેમના પટેલ ભાગીદારની નવીન નિર્માણ પામતી સોસાયટીની ઓફીસમાં અજાણ્યા હુમલાખોરોએ હુમલો કરી લૂંટ ચલાવતાં શહેરમાં ભયનો માહોલ પેદા થયી ગયો હતો.