દામનગરમાંથી વરલી મટકાનાં જુગાર એક ઈસમને ઝડપી લેતી અમરેલી એસ.ઓ.જી.

દામનગરમાંથી વરલી મટકાનાં જુગાર એક ઈસમને ઝડપી લેતી અમરેલી એસ.ઓ.જી.
Spread the love

દામનગર પો.સ્ટે. વિસ્તારમાંથી વરલી મટકાનાં જુગાર લગત સાહિત્ય સાથે કુલ રૂા.૭,૨૪૦/- મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને સદંતર દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજરોજ તા.૦૧/૦૩/૨૦૨૦ નાં રોજ લાઠી-દામનગર પો.સ્ટે., વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન દામનગર અવેડા ચોક, બસ સ્ટેશન પાસે, ખાનગી રાહે હકિકત મળેલ કે, દામનગર ટાઉનમા સીતારામનગર વિસ્તારમાં બાપા સીતારામના ઓટા પાસે, જાહેરમા એક ઇસમ ગ્રાહકો ભેગા કરી વરલી મટકાંના આંક ફરકનાં આંકડાઓ લખી પૈસાની લેતી-દેતી કરી વરલી મટકાંનો જુગાર રમી-રમાડે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા ની રાહબરી હેઠળ પો.સ.ઇ.શ્રી મહેશ મોરી તથા એસ.ઓ.જી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમને વરલી મટકાનાં સાહિત્ય સાથે પકડી પાડવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

રાજેશ ઉર્ફે ખેરૂભાઇ જીતુભાઇ ચૌહાણ, ઉવ.-૩૭, ઘંઘો-કડીયાકામ, રહે.દામનગર, સીતારામનગર, હરીભાઇ ખારાવાળાની દુકાનની પાછળ, તા.લાઠી, જી.અમરેલી.

પકડાયેલ મુદામાલ

વરલી મટકાનાં આંકડા લખેલ સ્લીપ, નંગ-૩, તથા બોલપેન નંગ-૧, જેની કિ.રૂા.૦૦/- મળી કુલ રોકડા રૂા.૭,૨૪૦,/-નો મુદ્દામાલ મળી આવેલ છે. પકડાયેલ આરોપી સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી વઘુ તપાસ અર્થે દામનગર પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે. આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ, નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ ઈન્સ. શ્રી મહેશ મોરી તથા એસ.ઓ.જી.ટીમને વરલી મટકાંનાં જુગાર રમાડતા ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

રિપોર્ટ : જય આગ્રાવત (અમરેલી)

IMG-20200301-WA0118.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!