ધાનેરામાં સફાઈ કામદારોની હડતાળનો સુખદ અંત

ધાનેરા નગરપાલિકા નાં સફાઈ કામદારો છેલા 13 દિવસ થી પોતાના હક અધિકાર અને પડતર માંગણીઓ ને લઈને હડતાલ પર બેઠા હતા જેમાં આજ રોજ તારીખ 29/2/2020 નાં રોજ સફાઈ કામદાર સાથે નગરપાલિકા નાં પ્રમુખ અને ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ પ્રમુખ સાથે મિટિંગ કરવામાં આવી અને જે સફાઈ કામદાર ની 25 જગ્યા નું મહેકમ છે તેમાં રોસ્ટર પોઇન્ટ નાં કારણે વડી કચેરીમાં મૂકવામાં આવ્યું છે જેમાં જે તે વખતે રોસ્ટર મંજૂર થઈને આવશે તો તાત્કાલિક સફાઈ કામદારોની ભરતી કરવામાં આવશે તેવી બાહેંધરી અમોને આપવામાં આવી અને હાલમાં જે સફાઈ કામદારો નો પગાર હતો તેમાં વધારો કરવામાં આવ્યો અને સફાઈ કામદારોની હડતાલ સમેટવામાં આવી. જેથી ધાનેરા શહેરની જનતામાં આનંદની લહેર જોવા મળી છે.