કડી મામલતદાર કચેરીમાં ACBનો સપાટો-બે લાંચિયા ઝડપાયા

કડી મામલતદાર કચેરીમાં ACBનો સપાટો-બે લાંચિયા ઝડપાયા
Spread the love
  • કડી મામલતદાર કચેરીમાં જમીનના 52,53 ના ઉતારા તથા હક્કપત્રક 6 ની નોંધો કઢાવવા માટે 3000 રૂ.ની લાંચ સ્વીકારતા બે લાંચિયા સોમવાર બપોર ના રોજ રંગે હાથે ઝડપાયી ગયા હતા.
  • 3000 રૂ.ની લાંચ લેતા બે ઝડપાયા

કડી તાલુકાના એક ગામના જાગૃત નાગરીક પોતાની જમીનના 52,53 ના ઉતારા અને હક્કપત્રક 6 ની નોંધો કઢાવવા અરજી કરેલ હતી પરંતુ તેમને જરૂરી નકલો મળી નહોતી.નાગરીક ને કડી મામલતદાર કચેરીમાં આરોપીઓ મળ્યા હતા અને તેમણે ફરીયાદી પાસે જરૂરી નકલો ઝડપ થી મેળવવા વ્યવહાર કરવો પડશે જેવી વાત કરી 3000 રૂપિયા ની માંગણી કરી હતી.પરંતુ ફરીયાદી આરોપીઓને કોઈ પણ જાતની લાંચ આપવા માગતા ના હોવાથી તેમણે મહેસાણા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો નો સંપર્ક સાધ્યો હતો.

જેથી મહેસાણા એ.સી.બી. મહેસાનાએ સોમવાર ના રોજ ગોઠવાયેલા છટકામાં મનોજ કુમાર શિવાભાઈ ભૂરા જીસ્વાન નેટવર્ક એન્જીનીયર (કરાર આધારીત) સાથે વાતચીત કરી પરેશ પ્રહલાદભાઈ પટેલ કોમ્પ્યુટર ઓપરેટર(કરાર આધારીત) સમાજ સુરક્ષા શાખા રહે.ઇન્દ્રાડ રૂપિયા 3000 ની લાંચ લેતા એ.સી.બી. ના હાથે ઝડપાયી ગયા.એસ.સી.બી.ને ઝડપેલાં બન્ને લાંચિયા ઓને પોતાની સાથે લઈ જઈ ગુન્હો નોંધવા તજવીજ ધરી હતી.

કડી મામલતદાર કચેરી ને તાલુકા સેવાસદન નામ આપવામાં આવ્યું છે પરંતુ છેલ્લા થોડા સમય થી સેવા સદન નામ થી વિપરીત લોકો નું વગર પૈસે કામ ન થતું હોવાનું જોવા મળ્યું હતું.તાલુકા મામલતદાર કચેરીમાં એ.સી.બી. ના હાથે બે લાંચિયા ઝડપાયા હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતા લોકોનો ટોળેટોળાં મામલતદાર કચેરીમાં ઉમટી પડ્યા હતા.

IMG-20200302-WA0010.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!