ગુજરાતમા સદભાવનાનો કિસ્સો , હિન્દુ અધિકારી ઠીક થાય તે માટે મુસ્લીમ યુવકે માનેની માનતા મંદિરમા ધજા ચઢાવીને પુરી કરી

આજે દેશ મા માહોલ બરાબર નથી અને દિલ્હીમા થયેલા તોફાનો મા 45 થી વધુ લોકો એ જાન ગુમાવ્યા છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મા ભાઈ ચારા અને સદભાવનાનો કિસ્સો જોવા મળ્યો હતો. સમગ્ર વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અંબાજી આખા વિશ્વમા 51 શક્તિપીઠો મા આધ્ય શક્તિપીઠ તરીકે જાણીતું છે આ મંદિર ગુજરાત અને રાજસ્થાન ની સરહદ અરાવલીની પહાડોમા વસેલું છે, અંબાજી મંદિર મા માતાજીના વિશા યંત્રની પુજા થાય છે કોઈ મૂર્તિ ની પૂજા થતી નથી.
અંબાજી મંદિરના દર્શન કરવા દેશભર માંથી કરોડો શ્રદ્ધાળુ આવે છે ત્યારે અંબાજી મંદિર મા ફરજ બજાવતા 7 અધિકારી અને કર્મચારીગણ નવેમ્બર 2018 માસમા ચેન્નાઇ પાસે આવેલા મંદિરના દર્શન કરવા ગયા હતા ત્યારે આ તમામ લોકો ચેન્નાઇ થી ઇનોવા કારમા જતા હતા ત્યારે ડ્રાયવરે કાબુ ગુમાવતા કાર ધડાકા સાથે પાછળથી ટ્રકને અથડાઇ હતી જેમા અંબાજી મંદિરમા ફરજ બજાવતા મનુભાઈ સોનીનું સારવાર દરમીયાન અવસાન થયું હતુ. જયારે અંબાજી મંદિરમા ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર ગીરીશભાઈ પટેલને પગના ભાગે ગંભીર ઇજા થતા તેમને 10 માસથી વધુ સમય સુધી સારવાર કરાવી પડી હતી અને અન્ય 5 લોકો ને નાની મોટી ઇજા થઇ હતી.
26 નવેમ્બર 2018 ના રોજ વહેલી સવારે થયેલા આ ગંભીર અકસ્માત મા કાર મા બેઠેલા તમામ લોકો ગભરાઈ ગયા હતા અંબાજી મંદિર ના કર્મચારી ૧૦ મહિના અગાઉ ચેન્નાઇ નજીક ના ગામે અકસ્માત થયો હતો જેમાં અંબાજી અંબાજી મંદિર ના બાંધકામ શાખા મા નાયબ કાર્યપાલક ઈજનેર ગીરીશભાઈ પટેલ ને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેવો ઘણા સમય સુધી પથારીવસ રહ્યા હતા અને બાદ મા વોકર લઈને ચાલતા થયા હતા ત્યારે જે દિવસે અકસ્માત થયો ત્યારે અંબાજી મા રહેતા મુસ્લીમ યુવક વસીમ મેમણ દ્વારા બાધા રાખવામાં આવી હતી.
જે દિવસે ગીરીશભાઈ પટેલ સંપૂર્ણ ચાલતા થઇ જશે ત્યારે હું તેમની હાજરી મા અંબાજી મંદિર પર ધજા ચઢાવીશ, આજે અંબાજી મંદિરમા સવારે 9 વાગે વસીમ મેમણની હાજરીમા નિવૃત આર્મીમેન સંદીપભાઈ રાજપૂત અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પ્રમુખ સુનિલ ભાઈ અગ્રવાલ તેમજ મંદિરના સ્ટાફ અધિકારીઓની હાજરીમા માતાજીની ધજા લઇ મા અંબાના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી અને તેમનું આરોગ્ય સલામત રહે તેવી પ્રાર્થનાકરવામાં આવી હતી ત્યારે ગિરીશ ભાઈ પટેલ અને વસીમ મેમણની આંખો ભરાઈ આવી હતી, આજદીન સુધી અંબાજીમા કોઈ કોમી તોફાનો થયા નથી.
કોણ છે વસીમ મેમણ ?
અંબાજી ખાતે રહેતા વસીમ મેમણ અંબાજી ખાતે રહે છે જે ઘણા વર્ષો થી માતાજી ની આરાધના કરે છે ,અંબાજી મા ઉજવાતા તમામ હિન્દુ તહેવારો મા વસીમ મેમણ ની ખાસ હાજરી હોય છે ,બધા ને મળે તો જય અંબે કહીને બોલાવે છે ,અંબાજી મા સીએએ અને એનપીઆર ની સમર્થન ની રેલી મા પણ વસીમ મેમણ ઉપસ્થિત રહ્યા હતા ,મહિના મા ઘણી વખત અંબાજી મંદિર ના દર્શન કરવા આવે છે ,વસીમ મેમણ એ કહ્યું હતું કે આજે મેં જય જય અંબે બોલ મારી અંબે ના નાદ સાથે માતાજી ની ધજા લઇ ને મેં પટેલ સાહેબ સાથે મંદિર ના શિખર પર ધજા ચઢાવી હતી અને આજે મેં 26 નવેમ્બર 2018 ના રોજ માનેલી માનતા પુરી કરી છે મને આજે ખુબ ખુશી છે કે માતાજી મારી વાત સાંભળી.