અંબાજીની કિડ્સ ગાર્ડન ઈંગ્લીશ સ્કૂલમા સ્પોર્ટ્સ દિવસ ઉજવાયો

અંબાજીની કિડ્સ ગાર્ડન ઈંગ્લીશ સ્કૂલમા સ્પોર્ટ્સ દિવસ ઉજવાયો
Spread the love

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મા વિવિધ શાળાઓ આવેલી છે આ તમામ શાળાઓમાં મૈત્રી અંબે સોસાયટી મા આવેલી કિડ્સ ગાર્ડન સ્કૂલમા નાના-નાના બાળકો અભ્યાસ અર્થે આવે છે ત્યારે 1 માર્ચ 2020 ના રોજ શાળા ના મેદાન મા સ્પોર્ટ્સ દિવસ ભારે ધામધૂમ થી ઉજવવામા આવ્યો હતો જેમા શાળાના વાલીઓ અને શાળાના ડાયરેક્ટર સહીત બાળકો ઉપસ્થીત રહી સુંદર કાર્યક્રમો કર્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકોને પ્રાઈઝ પણ આપવામાં આવ્યા હતા.

વહેલી સવારે શરુ થયેલા કાર્યક્રમમા બાળકો દ્વારા વિવિધ પ્રકારની રેસ રાખવામાં આવી હતી જેમા ઘોડા રેસ, બસ્ટા રેસ અને ગુબારા રેસ સહીત વિવિધ સ્પોર્ટ્સના કાર્યક્રમો થયા હતા. શાળાના 100થી વધુ બાળકોએ વિવિધ રેસોમા ભાગ લઇ શાળાનું ગૌરવ વધાર્યું હતુ સાથે ઘણા બાળકોએ અદભુત પ્રદર્શન કર્યું હતું. જેમને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના આચાર્ય પૂજા ગોયલ ચાચા ડાયરેક્ટર રાખી શર્મા અને હિમાંશી સિંહ રાઠોડના હસ્તે ઇનામ રૂપે સિલ્ડ અને મેડલ આપવામાં આવ્યા હતા આ શાળા 2015 મા શરુ થઇ હતી. શાળાના આચાર્ય પૂજા ગોયલ ની અદભુત મહેનતના કારણે આ આખો કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો.

અમિત પટેલ (અંબાજી)

IMG-20200302-WA0070-0.jpg

Amit Patel

Amit

Right Click Disabled!