જેસીઆઈ મિલ્કસીટી આણંદ દ્વારા ડાન્સ પ્રોજેક્ટ

પ્રિવેન્શન ફીટનેશ સેન્ટરના ત્રણ વર્ષ પૂર્ણ થયાંના ભાગરૂપે જેસીઆઈ મિલ્કસીટી આણંદના સંકલન સાથે ફિટનેશ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાં ભાગરૂપે ડાન્સ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આણંદ જેસીઆઈ મિલ્કસીટી આણંદ અને પ્રિવેન્શન ફીટનેશ સેન્ટરના મેમ્બર દ્વારા ઉત્સાહભેર ભાગ લઇ ડાન્સ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. ટ્રેનર પંથ પટેલ દ્વારા ખૂબ જ ડાન્સ કરાવવામાં આવ્યો હતો. પ્રમુખ જેસી પિયુષ ચાવડા દ્વારા પ્રોજેક્ટ ચેરમેન જેસી તન્વી ધકાણ અને પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર જેસીરેટ કિંજલ પરીખ અને જેસી ધર્મેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતાં. જેસીઆઈ મિલ્કસીટી આણંદના પ્રમુખ જેસી પિયુષ ચાવડા દ્વારા પ્રિવેન્શન ફીટનેશ સેન્ટરના ઓનર જીમેશ ઠાકોરને જીમના ત્રણ વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.