પોશીના પોલીસે અપહરણના આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડયા

પોશીના પોલીસે અપહરણના આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડયા
Spread the love
  • અપહરણના આરોપીઓને તથા ભોગ બનનારને ગણતરીના કલાકોમા પકડી પાડતી પોશીના પોલીસ

સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ ની સૂચના મુજબ તેમજ ના.પો.અધિ શ્રી.ઇડર વિભાગ ઇડર ડી.એમ.ચૌહાણ સાહેબ ના માર્ગદર્શન હેઠળ જીલ્લામા તથા ગુજરાત રાજ્યના તથા રાજ્ય બહારના ગુન્હાઓ બનતા અટકાવવા તથા ગેરકાયદેસર પ્રવ્રુતિ રોકવા માટે પોસ્ટે વિસ્તારમા એલર્ટ રહી અને આસપાસના પોલીસ સ્ટેશના સંપર્કમા રહી ગુનો બન્યાથી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચના આધારે પોલીસ સતત પ્રયત્નશીલ હતા.

ગઇ કાલ તા-૦૨/૦૩/૨૦૨૦ ના રાત્રીના કલાક ૨૨/૩૯ વાગે આબુરોડ પોલીસ સ્ટેશનથી પી.આઇ.શ્રી આનંદ ચાવલા એ અમોને ટેલીફોનથી જાણ કરેલ કે આબુરોડ પોલીસ સ્ટેશનની હદના મોર્ડન ફેકટરી સામે આવેલ તુલસી હોટલમાંથી ચાર પાંચ અજાણ્યા ઇસમો જીપ લઇને આવીને હોટલ માલીક અબ્દુલ બાસીદ સોહેલ અકતર સીદીંકી નુ અપહરણ કરી લઇ ગયેલ છે જેનુ મોબાઇલ લોકેશન પોશીના વિસ્તારના ચંન્દ્રાણા ગામના કિયારીયા ફળામા આવે છે.

પો.સબ.ઇન્સ આર.જે.ચૌહાણ તથા અ.હે.કો.અમીતકુમાર સાવનભાઇ તથા અ.હે.કો પરેશકુમાર ડાહ્યાભાઇ તથા પો.કો.કલ્પેશકુમાર શંકરભાઇ તથા પો.કો સુખદેવભાઇ મગનભાઇ તથા પો.કો વાસુભાઇ ઇન્દુભાઇ નાઓ તથા ડ્રા.એ.એસ.આઇ નારાયણભાઇ ભુરાભાઇ સાથે તાત્કાલિક મોબાઇલ લોકેશન વાળી જગ્યા ઉપર પહોચી ગયેલ અને તે વિસ્તારને કોર્ડ્ન કરી આરોપીઓ તથા ભોગ બનનારને પકડી પાડી પોશીના પોસ્ટે લાવેલ અને આબુરોડ પી.આઇ. શ્રી આનંદ ચાવલા તથા તેમનો સ્ટાફ પણ પોશીના પોસ્ટે આવી ગયેલ અને જે ભોગ બનનારને પોતાનુ નામ ઠામ પુછ્તાં પોતે પોતાનુ નામ અબ્દુલ બાસીદ સોહેલ અકતર સીદીંકી ઉ.વ ૧૯ મુળ રહે-રાઠોડ લાઇન સિરોહી હાલ રહે-તુલસી હોટલ મોર્ડન ફેકટરીની સામે તળેટી આબુરોડ નો હોઇ અને પોતે હાલ હેમ ખેમ હોવાનુ જણાવતો હોઇ અને આ કામના અરોપીઓને તે ઓળખતો હોઇ અને પૈસાની લેવડ દેવડ બાબતે તા-૦૨/૦૩/૨૦૨૦ ના આઠેક વાગ્યાના સુમારે અપહરણ કરેલાનુ જણાવેલ.

આ કામે ગુનાના કામે આબુરોડ પોલીસ સ્ટેશનમા ગુ.ર.નં-૬૫/૨૦૨૦ ઇ.પી.કો.
કલ.૪૫૮,૩૬૫,૩૪૨ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોઇ જે આરોપીઓ

(૧) સવજીભાઇ જમાલભાઇ ગમાર ઉ.વ.૨૪ રહે-પિપળીયા( નાડીયા ફળો) તા-પોશીના
(૨) ફલજીભાઇ અળખાભાઇ મુળી ઉ.વ.૨૨ રહે-ગંછાલી તા-પોશીના
(૩) શૈલેશભાઇ મશરૂભાઇ ગમાર ઉ.વ.૧૯ રહે પિપળીયા તા-પોશીના
(૪) મુકેશભાઇ બાબુભાઇ મુળી ઉ વ ૨૦ રહે-ગંછાલી તા-પોશીના
(૫) કનુભાઇ રૂપાભાઇ ગમાર ઉ વ-૨૪ રહે-પિપળીયા( નાડીયા ફળો) તા-પોશીના
(૬) મુકેશભાઇ રૂપાભાઇ ગમાર ઉ વ-૨૪ રહે-પિપળીયા( નાડીયા ફળો) તા-પોશીના
(૭) ભરતભાઇ સવજીભાઇ ગમાર ઉ વ-૧૯ રહે –ચંન્દ્રાણા (કીયારીયા ફળો) તા-પોશીના
નાઓએ ભેગા થઇ જીપ ગાડી નં-જી.જે.૨૦.એ.૨૪૮૩ મા આ કામના ભોગ બનનારનુ અપહરણ કરેલ જે જીપ ગાડી પણ ગુનાના કામે કબ્જે કરી આબુરોડ પોલીસને સોપેલ છે. આમ અપહરણનો ગુનો પોશીના પોલીસે ગણતરીના કલાકોમા ડિટેક્ટ કરી ભોગ બનનારને શોધી કાઢી તથા આરોપીઓને પકડી પાડયા હતા.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200303-WA0141.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!