લીંબડીના રળોલ પ્રાથમિક શાળાના બાળકોને સરકારી સંસ્થાઓની મુલાકાત કરાવી

ગ્રામ્ય વિસ્તારના બાળકોને તાલુકા કક્ષાએ આવેલ સરકારી કચેરીઓની માહિતી હોતી નથી ત્યારે લીંબડી તાલુકાના રળોલ કુમાર પ્રાથમિક શાળા વિધાર્થીઓને આ શાળાના શિક્ષકો દ્વારા લીંબડીની સરકારી સંસ્થાઓની મુલાકાત કરાવી અને તમામ પ્રકારની માહિતી પુરી પાડવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામા આવેલ રળોલ કુમાર પ્રાથમિક શાળા છ થી આઠ ધોરણમાં અભ્યાસ કરતા 130 બાળકોને વિના મૂલ્યે લીંબડીના રાજ રાજેશ્વરી ધામ, લીંબડી સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, સેવા સદન, રેલવે સ્ટેશન, અને રામકૃષ્ણ મિશનની મુલાકાત કરાવી અને આ તમામ જગ્યાએ શું શું કામગીરી થાય છે અને ક્યાં કામ માટે કંઈ જગ્યાએ જવું પડે છે તેની સંપૂર્ણ માહિતી આપવાની સાથે મુલાકાત કરાવી હતી.
લીંબડી સિવિલ હોસ્પિટલના તમામ વિભાગો, સેવા સદનની તમામ શાખાઓ પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન ની કામગીરીની માહિતી આ શાળાના આચાર્ય હરીઓમભાઈ અને શાળાના શિક્ષકો દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં ત્યારે બાદ શાળાના શિક્ષકોના ખર્ચે તમામ વિદ્યાર્થીઓને છાલીયા તળવ ખાતે બપોરનું ભોજન આપવામાં આવ્યું હતું અને વન્યજીવો અને વનસ્પતિથી માહિતગાર કરવામાં આવ્યા હતાં.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)