સાવલીમાં કૃષિમેળો-પાક પરિસંવાદ યોજાયો

વડોદરા,
કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતોએ આપ્યું માર્ગદર્શન
પ્રગતિશીલ ખેડૂતોનું કરાયુ બહુમાન
રાજ્ય સરકારની કૃષિલક્ષી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને કરાયો અનુરોધ ધારાસભ્ય કેતનભાઈ ઈનામદાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ઈલાબેન ચૌહાણ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
એ.પી.એમ.સી-સાવલી ખાતે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થાય, કૃષિ ક્ષેત્રની અદ્યતન શોધ-સંશોધનઅને ટેકનોલોજી અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓથી વાકેફ થાય તેવા આશયથી કૃષિમેળા સાથે પાક પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતોએ કિશાનોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઈલાબેન ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના ઉદ્ઘાઘાટક ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઇનામદારે જણાવ્યું કે, ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાન મેળવવાની સાથે આવક વધે તે સરકારશ્રી દ્વારા અનેત પ્રયાસો કરવામાં આવે છે. આ માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. તેના ભાગરૂપે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થાય તેવા હેતુથી રાજ્યમાં કૃષિમેળાનુ આયોજન કરવામાં આવે છે. સાથે જ તેમણે ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ ઇલાબહેન ચૌહાણે બહેનોને કૃષિ સંગગ્ન પશુપાલનના વ્યવસાય અપનાવી, વધુ ઉત્પાદન મેળવી સ્વાવલંબી બનવા ઉપર ભાર મૂક્યો હતો.
જીલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીએ રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત કૃષિમેળાના માધ્યમતી પ્રાપ્ત થયેલી જાણકારીનો કૃષિ જણસોની ઉત્પાદન સાથે આવક વધારવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે બાગાયત અધિકારી શ્રી અભિજીત પંચભાઇ, ધરમપુર ગામના પ્રગતીશીલ ખેડૂત શ્રી બદ્રીભાઇ પટેલ, ગૌ-આધારીત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત શ્રી વનરાજસિંહભાઇ ચૌહાણ વાઘોડીયાના સાકરીયા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી કૃણાલભાઈ પટેલે ખેડૂતોનું માર્ગદર્શન કર્યું હતુ.
આ પ્રસંગે મહાનુભાવોએ પ્રગતિશીલ ખેડૂતોનું સાલ-સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમનુ સ્વાગત પ્રવચન પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી ડી.એન. પટેલે અને આભારવિધિ બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી અક્ષયભાઇ પટેલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લાના ખેતીવાડી, બાગાયત,અને આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારી અને મોટી સંખ્યામાં ખેડ઼ૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.