મહેસાણા જિલ્લામાં કડી તાલુકો બન્યો ક્રાઇમ હબ

ગાંધીનગર ખાતે સચિવાલયના ચાલુ સત્ર દરમ્યાન બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પ્રશ્નોતરી કાળ દરમ્યાન પૂછેલા પ્રશ્નમાં સમગ્ર મહેસાણા જિલ્લામાં ખૂન, લૂંટ,ધાડ અને બળાત્કાર ના કેટલા કેસોમાં સૌથી વધુ કેસો કડી તાલુકામાં બન્યા હોવાનું સરકારી આંકડાઓમાં સામે આવ્યું છે.
બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં સરકાર ને સમગ્ર મહેસાણા જિલ્લામાં તાલુકા વાર ખૂન, લૂંટ,ધાડ અને બળાત્કારના કેટલા કેસ નોંધાયા છે અને તાલુકા વાર કેટલા કેસ ઉકેલવામાં બાકી છે અને કેટલા ઇસમોની ધરપકડ કરી છે અને કેટલા બાકી છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં સરકારે મહેસાણા જિલ્લામાં સૌથી વધારે ખૂન, લૂંટ,ધાડ અને બળાત્કાર ના કેસ કડી તાલુકામાં થયા હોવાનું સ્વીકાર્યું હતું.
મહેસાણા જિલ્લામાં કડી તાલુકામાં સરકારી આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં કડી તાલુકામાં 20 ખૂન,34 લૂંટ,17 ધાડ અને 7 બળાત્કાર ના કેસ નોંધાયા છે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ છે.નાયબ મુખ્યમંત્રી ના માદરે વતન છેલ્લા બે વર્ષમાં ગુનાખોરીમાં અગ્રેસર રહેતા રાજકારણ ગરમાયુ હતું.