કડીના કરણપુર વિસ્તારમાંથી 25,200 નો દારૂ ઝડપાયો

કડી શહેરના કરણપુર વિસ્તારમાં મહેસાણા એલ.સી.બી.એ રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો પરંતુ બુટલેગર ફરાર થયી ગયો હતો. પોલીસ અધિક્ષક મનિષ સિઘ નાઓએ મહેસાણા જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોઇ જે સુચના અન્વયે એલ.સી.બી. PI એસ.એસ.નિનામા ના માર્ગદર્શન હેઠળ આજરોજ PSI આર.જી.ચૌધરી તથા એ.એસ.આઇ જહીરખાન ઇબ્રાહમીખાન,ચતુરજી વિરસંજી, રહેમતુલાખાન આજમખાન તથા અ.હેઙ.કોન્સ, રમેશભાઇ બબાભાઇ, પીયુષકુમાર નગીનભાઈ, પો.કો પ્રકાશકુમાર વિરસંગભાઈ વિ એલ.સી.બી.પોલીસ સ્ટાફ ના માણસો કડી ટાઉનમાં પેટ્રોલિંગ માં હતા.
દરમ્યાન એ.એસ.આઇ જહીખાન તથા રહેમતુલખાન નાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે. ઠાકોર મેલાજી પીન્ટુ પોપટજી રહે.કડી કરણપુર વાળો વિદેશી દારૂ નો જથ્થો બહાર થી લાવી તેના ઘર ની સામે ઇટો ના ઢગલા માં સંતાડી રાખેલ છે.જે હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ઠાકોર મેલાજી@ પીન્ટુ પોપટજી ઘરે હાજર મળી આવેલ નહી તેના ઘરે તેમજ ઘર ની સામેના ઈંટો ના ઢગલા માં તપાસ કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ.105 તથા બીયર ટીન નંગ.10 મળી.કુલ.કી.રૂ.25,200/- નો મુદ્દામાલ મળી આવતા ઠાકોર મેલાજી પીન્ટુ પોપટજીના વિરુદ્ધ કડી પોલીસે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.