જેતપુરની યુવતી ઉપર થયેલ ગેંગરેપમાં એક યુવકની થઈ ધરપકડ

રાજકોટ શહેર તા.૩.૨.૨૦૨૦ ના જેતપુર પંથકમાં રહેતી યુવતીને કેટરિંગના કામના બહાને બોલાવી રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી તેને એક ફ્લેટમાં લઇ જઇ નરાધમ નટુએ તેના બે મિત્ર સાથે મળી યુવતી પર ગેંગરેપ કર્યો હતો. સકંજામાંથી છૂટેલી યુવતી ૧૮૧ ની મદદથી પોલીસ સ્ટેશને પહોંચી હતી. આ મામલે મોડી સાંજે પોલીસે નટુ સોજીત્રાની ધરપકડ કરી છે. જેતપુર પંથકના ગામમાં રહેતી અને કેટરિંગનું કામ કરતી ૩૫ વર્ષની યુવતીએ ફરિયાદમાં આરોપી તરીકે નટુ નામના શખ્સ અને તેના બે મિત્રના નામ આપ્યા હતા.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કેટરિંગનું કામ કરે છે. થોડા દિવસ પૂર્વે કામ પર હતી. ત્યારે નટુ નામના શખ્સે પોતે પણ કેટરિંગનું કામ કરે છે. અને સાથે કામ કરશું તેવી વાત કરી હતી. નટુના કહેવાથી રવિવારે સવારે યુવતી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચી હતી. ત્યારે નટુ ત્યાં સ્કૂટર લઇને આવ્યો હતો. અને એક ફ્લેટ પર યુવતીને લઇ ગયો હતો. જ્યાં નટુએ ફોન કરતા બે શખ્સ ધસી આવ્યા હતા. અને ત્રણેયે યુવતી સાથે અડપલાં શરૂ કર્યા હતા. યુવતીએ પ્રતિકાર કરતાં તે બેફામ બન્યા હતા. અને મારકૂટ કરી ત્રણેયે યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)