ગુજરાતમાં દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ કરતા અફડા તફડીનો માહોલ

ગુજરાતમાં દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ કરતા અફડા તફડીનો માહોલ
Spread the love

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની પાર્ટીઓ સહિતના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. જેના કારણે ગુજરાત દારૂબંધીના વાયદા પોકળ સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીને લઈને હવે દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. તેના કારણે રાજ્યમાં દારૂના દુષણને ડામવા માટે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. રાજ્યના તમામ જીલ્લા પોલીસ વડા અને રેન્જ આઈ.જી.એ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના પોલીસ વડાએ રાજ્યમાં દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ આપ્યો છે. જેના કારણે દારૂનો વેપાર કરતા બુટલેગરોમાં ડરનો માહોલ બનેલો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ કરતા અફડા તફડીનો માહોલ બનેલો છે. રાજ્યના પોલીસ વડાએ દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ કર્યો છે. જેથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ૨ માર્ચથી ૧૭ માર્ચ સુધી સ્પેશિયલ ડ્રાઈવ કરવાની સૂચના પોલીસને મળી છે. તેના માટે તમામ જીલ્લા પોલીસ વડા અને રેન્જ આઈ.જી.એ આદેશ જાહેર કરી દીધા છે. એટલું જ નહીં પોલીસ કમિશનર અને સ્ટેટ મોનિટરીંગ સેલને પણ આદેશ કરી દેવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દારૂબંધીની ધજ્જીયા ઉડાવતા વીડિયો જોઈને લોકોના મનમાં એક સવાલ ઉદ્દભવતો હતો. કે ગુજરાતમાં એવી તો કેવી દારુબંધી રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધુ દારૂ અહીં પીવાય છે. વેચાય છે. શું આ ઘટના પાછળ જવાબદાર કોણ શું બુટલેગરોને નથી રહ્યો પોલીસનો ડર કે પછી મોટા માથાઓની રહેમ નજરે બુટલેગરોનો દારૂનો ધંધો જબરદસ્ત વિકસિત થયો છે. આ તમામ સવાલોના કારણે રાજ્યમાં દારૂબંધીને લઈને વિવાદ થયો છે. અને તેના ભાગરૂપે રાજ્યના પોલીસ વડાએ દારૂ અંગે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ આપી દીધા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

2020-03-03-15-52-41.jpg

Admin

Dilip Parmar

9909969099
Right Click Disabled!