રાજકોટ શહેર ત્રણ યુવાનો દ્વારા કરવામાં આવી હત્યા

રાજકોટ શહેર ત્રણ યુવાનો દ્વારા કરવામાં આવી હત્યા
Spread the love

વિસાવદર તાલુકાના જેતલવડ ગામે પરિણીત બહેનની સગાભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવની વિગત પ્રમાણે મરનાર હેતલબેન દિલીપભાઈ ખાચરનું તેના જ સગાભાઈ દ્વારા ખૂન કરી નાખવામાં આવ્યાનું પોલિસમાં નોંધાયું છે. વિસાવદર પોલીસે રાજકોટના કાઠી યુવક અને તેના બે સાગ્રીતોને હત્યાના ગુનામાં ધરપકડ કરી પુછપરછ કરતા પોતાની બહેન રિસામણે આવ્યા બાદ પરત સાંસરેન જતાં હત્યા કર્યાની કબુલાત આપી છે. મરનાર હેતલબેન દિલીપભાઈ છેલ્લા ત્રણ વર્ષથી તેના માવતરે રિસામને છે.

જે તેના ભાઈને ના ગમતું હોય તે અવાર-નવાર તેને તેના સાસરે જવાનું કહેતો હોય જેનુ તેન મનતા હોય જયારે સોમવાર ના રોજ હેતલબેન અને તેના પરિવાર સાથે વિસાવદર પાસે આવેલ સતાધારના દર્શન કરવાં માટે આવેલ હોય પણ રાતના સમયે મોડું થઈ જતા તે તેમના સગા વિસાવદરના ભટ્ટવાવડી ગામે રહેતા હોય તેની ત્યાં રોકાવા જતા હતા. જેની ખબર તેના ભાઈ ને થતા તે અને તેની સાથે બે આજાણીયા શખ્સો એક કાળા કલર ની ફોર વીલ માં હેતલબેન ને ભટ્ટવાવડી જતા જેતલવડ ગામ પાસે રસ્તે આડી ગાડી રાખી છરી વડે હુમલો કરી દીધો હતો. અને તેની સાથે આવેલ બે આજાણીયા શખ્સો દ્વાર દોરી અને છરી વડે હુમલો કરી નાસી છૂટીયા હતા જેમાં હેતલબેન ને ગંભીર ઇજા ને કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.

જયારે મૃતદેહ ને વિસાવદર સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવેલ હતો. મરનારના માતા દ્વાર તેનાજ સગા પુત્ર સામે તેની બહેનના ખૂનની ફરિયાદ કરવાં આવી.આ બનાવમાં મરનાર અને મારનાર બન્ને સગાબેન ભાઈ હોય જયારે મારનારની પોલીસ ફરિયાદ ખુદ તેની માં દ્વારા કરવામાં આવી છે. આ બનાવ ની તપાસ વિસાવદર પી.આઈ.એન. આર.પટેલે મૃતક હેતલના સગાભાઈ યુવરાજ પ્રતાપભાઈ માંજરીયા સહિત ત્રણની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. હત્યાના ગુનામાં ઝડપાયેલા યુવરાજ માંજરીયાએ ૨૦૧૩માં રાજકોટના વાણીયાવાડી વિસ્તારમાં આવેલા જલારામ ચોકમાં બાવાજી યુવાનની હત્યા કર્યાની પોલીસમાં નોંધાયું છે. તેમજ યુવરાજ માંજરીયાના પિતા પ્રતાપ ભીમભાઈ માંજરીયાની પણ અટિકા વિસ્તારમાં હત્યા થયાનું જાણવા મળે છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

2020-03-04-15-21-02.jpg

Admin

Dilip Parmar

9909969099
Right Click Disabled!