ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા પહેલા વિધાર્થીઓને માં અંબાનો પ્રસાદ આપવામા આવ્યો

ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા પહેલા વિધાર્થીઓને માં અંબાનો પ્રસાદ આપવામા આવ્યો
Spread the love

ગુજરાતના પ્રાચીન અને પૌરાણીક શક્તિપીઠ અંબાજી થી દેશભર ના તમામ ભક્તો પરીચિત છે આ ધામ મા વર્ષે દહાડે લાખો કરોડો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે આજ થી આખા ગુજરાત રાજ્ય મા ગુજરાત શિક્ષણ વિભાગ તરફથી ધોરણ 10 અને 12 ધોરણ ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે આવેલી શ્રી અંબાજી ગ્રામ પંચાયત માઘ્યમિક અને ઉચ્ચ માઘ્યમિક શાળા મા આજે સવારે 9 વાગે ધોરણ 10ના પેપર આપતા તમામ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને માં અંબા નો પ્રસાદ મોહનથાળ ખવડાવી મોઢું મીઠું કરી શાળાના પરીસરમા પ્રવેશ આપવામા આવ્યો હતો.

અંબાજી મંદીર ટ્રસ્ટ તરફથી આજે 2 ગાડીઓ સવારે 9 વાગે અંબાજી ની હાઈ સ્કુલ અને કન્યા શાળા મા ધોરણ 10 ની પરીક્ષા આપવા આવેલા તમામ બાળકોને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના અધિકારીઓ શ્રી ગિરીશ ભાઈ પટેલ, રજનીકાંત મેવાડા, સવજીભાઈ પ્રજાપતિ અને કેતનભાઈ દ્વારા બંને શાળામા બાળકોને માતાજીનો પ્રસાદ આપી મોઢું મીઠું કરવામાં આવ્યુ હતુ. અંબાજી હાઈ સ્કૂલના આચાર્ય શૈલેન્દ્ર સિંહ રાજપૂત અને કન્યા શાળાના આચાર્ય મયુરીબેન પટેલ દ્વારા બાળકો ને શુભ કામના આપવામાં આવી હતી.

અંબાજી મંદિર તરફથી બોર્ડ પરીક્ષાના તમામ બાળકો ને અંબાજી મંદિર ની ભોજનાલય મા રિસીપટ બતાવાથી વિના મુલ્યે ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ભોજનાલય સવારે 10 થી રાત્રે 10 સુધી ખુલ્લું રાખવામાં આવ્યુ છે ,આજે અંબાજી ની બંને શાળાઓમાં પોલીસનો બંદોબસ્ત પણ વહેલી સવાર થી ગોઠવવામાં આવ્યો હતો ,અંબાજી હાઈ સ્કૂલ માં 421 બાળકો ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા છે જયારે કન્યા શાળામા 177 બાળકો ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા છે.

જયારે ધોરણ 12ના 390 બાળકો પરીક્ષા આપી રહ્યા છે ,ધોરણ 10 ની પરીક્ષા નો સમય 10 થી 1 નો છે જયારે ધોરણ 12ની પરીક્ષાનો સમય 2 થી 5 નો રાખવામાં આવ્યો છે. અંબાજી મંદિર તરફથી 10 થી વધુ પ્રસાદના કેરેટ બાળકો માટે લાવવામાં આવ્યા હતા. આજે અંબાજી ભાજપના મૃગેશ મહેતા અને વિજય દેસાઈ પણ બાળકો માટે ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું હતું આ સિવાય અન્ય સેવાભાવી લોકો પણ જોડાયા હતા મંદિરના બ્રાહ્મણો દ્વારા બાળકોને તિલક કરી પ્રવેશ અપાયો હતો.

IMG-20200305-WA0038-0.jpg

Amit Patel

Amit

Right Click Disabled!