માઉન્ટ આબુમા 6 હોટલો સીલ મારવામાં આવી, હોટલ સંચાલકોમા ફફડાટ…!

માઉન્ટ આબુમા 6 હોટલો સીલ મારવામાં આવી, હોટલ સંચાલકોમા ફફડાટ…!
Spread the love

પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ દેશભર મા પ્રસિદ્વ છે અહીં લોકો દૂર દૂર થી હરવા ફરવા આવે છે માઉન્ટ આબુનું વાતાવરણ ઠંડુ હોઈ અહીં સહેલાણીઓ રોકાવું વધારે પસંદ કરે છે અહીં રોકવા માટે મોટી સંખ્યામાં હોટલો અને ધર્મશાળાઓ આવેલી છે. માઉન્ટ આબુમા નગર પાલીકા આવેલી છે અને આખા આબુનો વહીવટ નગરપાલીકા કરે છે ત્યારે આબુરોડના મામતલદાર દિનેશ આચાર્ય દ્વારા આ 6 હોટલો સીલ મારવામાં આવતા આબુમા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

માઉન્ટ આબુમા ખેતીની જમીન ઉપર એનએ કર્યા વગર મંજૂરી વગર કોમર્શીયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવતા આ બાબતની ગંભીર નોંધ લઇ આ 6 હોટલો અને તેના રૂમોને સીલ મારવામાં આવી હતી. માઉન્ટ આબુ મા મોટા પ્રમાણમાં હોટલો નો ઉધોગ ફૂલ્યો ફાલ્યો છે ત્યારે ઘણા હોટલો માલિક દ્વારા નિયમોને નેવે મૂકીને આવી હોટલો સરકારી જગ્યા પર બનાવવામાં આવી હતી અને કેટલીક હોટલો ખેતી ની જમીન પર બનાવવામાં આવી હતી.  હલ્કા તલાટીના રિપોર્ટ અનુસાર અને આગળ થી નોટીસ આપેલી હોઈ આ બાબતની ગંભીરતા લઈને આ 6 હોટલો ને સીલ મારવામાં આવી હતી આબુ મા કુલ 15 હોટલોને નોટીસ આપવામાં આવી હતી.

જે પૈકી 6 હોટલોને સીલ મારવામાં આવતા હોટલોના વ્યવસાય કરતા લોકોમા ફફડાટ વ્યાપી ગયો હતો આવનારા સમય મા બીજી ઘણી હોટલો પર કાર્યવાહી થાય તેવા સંકેત મામલતદાર દ્વારા આપવામાં આવ્યા હતા આ હોટલોમા કાકા ઈન, કેસ્ટલરોક, ચંદ્રવિલાસ, આઈબીએન આબુ, ઢૂંઢાઈ અને હટમજી સહીતની હોટલોનો સમાવેશ થાય છે. આબુરોડની તાલુકા કોર્ટમા આજે સુનવાઈ થઇ હતી અને 6 હોટલોને સીલ મારવાની આદેશ કરાતા મામલતદાર દ્વારા આ હોટલો સીલ કરવામાં આવી હતી.

અમિત પટેલ (અંબાજી)

IMG-20200305-WA0051-0.jpg

Amit Patel

Amit

Right Click Disabled!