ઓલ સર્વિસ ગ્લોબલ કંપની “મા અંબા”ના ધામને “ગંદકી ગુજરાત કી” બનાવ્યું…!

ઓલ સર્વિસ ગ્લોબલ કંપની “મા અંબા”ના ધામને “ગંદકી ગુજરાત કી” બનાવ્યું…!
Spread the love

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીની ગણના દેશના 51 શક્તિપીઠ પૈકી આધ્યશક્તિપીઠ તરીકે થાય છે આ ધામમા માં અંબાનું સૌથી મોટું અને પ્રાચીન ગોલ્ડન ટેમ્પલ આવેલું છે. આ મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ ધામ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ સમગ્ર વિશ્વમા જાણીતું છે આ મંદિરમા નવરાત્રી પર્વ અને ભાદરવી મહાકુંભ ધામધૂમ થી ઉજવાય છે આ મંદિર તરફ જવા માટે સામાન્ય માઈ ભક્તો લાઈનમાં ફરીફરીને શક્તિદ્વાર ગેટ નો ઉપયોગ કરે છે જયારે વીઆઇપી લોકો અને વીઆઈપી ભક્તો વીઆઈપી માર્ગ થઇ 7 નંબર ગેટનો ઉપયોગ કરે છે.

અંબાજીના જુના બજારમા 7 નંબર ગેટ આવેલો હોઈ બજારમા થઇ મંદિરના 7 નંબર ગેટ પર જવાય છે પરંતુ યાત્રાધામ અંબાજીમા જ્યારથી ઓલ સર્વિસ ગ્લોબલ કંપની સાફ સફાઈ માટે આવી છે ત્યારથી આ ધામની હાલત ખુબ ખુબ ખરાબ થઇ છે અને આવનારા દિવસોમા આ સ્થિતિ વધુ બગડે તેવું દેખાઈ રહ્યું છે આજે ગુરુવારે પણ વીઆઈપી માર્ગ પર પવન જૈનની દુકાન પાસે ગટર ફૂટી હતી જયારે ગઈકાલે બુધવારે ન્યાલ ભાઈ શેરડીવાળાની દુકાનમા ગટર ફૂટી હતી આમ અઠવાડીયામા અવારનવાર આ ગટરો ઉભરાઈ રહી છે પણ ઓલ સર્વિસ વાળા સંચાલકો પર કોઈજ પગલાં ભરવામાં આવતા નથી.

અંબાજીના વીઆઈપી માર્ગ ઉપર અવારનવાર ગટરોનું પાણી માર્ગો ઉપર ફરતુ હોય છે, આ માર્ગ ઉપર અંબાજી બહારથી માતાજીના દર્શનના કરવા આવતા માઈ ભક્તો ગટરોના પાણીમા પલળી માતાજી ના દર્શન કરવા જાય ત્યારે તેમની લાગણી દુભાય છે પણ વહીવટી તંત્રની અણઆવડતથી અંબાજીમા ગટરો ઊભરાવવાની સમસ્યા અઠવાડીયા મા એકાદ વાર બનતી રહે છે, અંબાજી મંદિરના વહીવટદાર એસ જે ચાવડા દ્વારા આ માર્ગની મુલાકાત લઇ સત્ય બહાર લાવે અને આ કંપની પર પગલાં ભરે નહીતો અંબાજીના સામાન્ય લોકો બીમાર થઇ જશે.

આદિવાસી સમાજની ગરીબ બાઈઓ આજ ગંદા પાણી પાસે શાકભાજી વેચીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે હાલમા આ ધામના વેપારીઓ અને માઈભક્તોને ગટરના પાણીમાથી ચાલી જવું પડે છે જે ગંભીર બાબત છે. ગુજરાતના વિકાસની વાતો કરતા મોટા મોટા નેતા હોય આ તસવીરો જોઈ તાત્કાલિક ધોરણે અંબાજીમાં સફાઈ પૂરી પાડતી ઓલ સર્વિસ ગ્લોબલના સંચાલકો ઉપર કાયદેસર પગલાં ભરી આ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગ આખા અંબાજીના લોકો કરી રહ્યા છે.

દેશમા કોરોના વાઇરસના કહેર વચ્ચે અંબાજીમા આવનારા સમયમા ભારે રોગચાળો ફેલાય તેવી આશઁકા સેવાઈ રહી છે. હાલમા અંબાજીમા પીવાનું શુદ્ધ પાણી પણ ગટરો સાથે ભળી જવાથી લોકો ના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર આ ધામની સત્વરે મુલાકાત લઇ લોકોના અભિપ્રાય લે તેવી માંગ ઉઠવા પામી છે. અંબાજી ગ્રામ પંચાયત, અંબાજી મંદિર ટ્રસ્ટ અને ઓલ સર્વિસ ગ્લોબલની લડાઈમા હાલ તો અંબાજીની ભોળી અને ગરીબ પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે, ચૂંટણી વખતે સારા સારા પ્રવચનો આપતા નેતાઓ હાલ ગાયબ છે જે વાત ઘણું કહી જાય છે આમ ગોલ્ડન શક્તિપીઠ અંબાજી ગંદકી ગુજરાત કી બની ગયું છે.

અમિત પટેલ (અંબાજી)

IMG_20200305_095636-0.jpg

Amit Patel

Amit

Right Click Disabled!