નશાકારક પ્રદાર્થના વેચાણ કરવા વિરૂધ્ધ વેચાણ કરતા ઈસમને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

સુચના અન્વયે તા.૫.૩.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નશાકારક પ્રદાર્થના વેચાણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઈન્સપેક્ટર ખોડુભા જાડેજા તથા વનરાજભાઈ લાવડીયા નાઓની સંયુકત બાતમી આધારે દિપક સોસાયટી મદ્રેસા રોડ સામે રવરાય પાનની દુકાન ખાતે આનંદ હરીભાઇ ચાવડા. જાતે. આહિર ઉ.૨૪ રહે. ધર્મરાજ સોસાયટી મેઈન રોડ જય રવરાય મકાન રાજકોટ. તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધિ વિશ્ર્વકમા નગર ઈન્દોર લખેલી માકા વાળી પ્લાસ્ટીકની પડીકીઓ નંગ.૧૩ મળી આવેલ છે. આ પડીકીઓમાં નશાકારક પ્રદાર્થના છે કે કેમ તેની ખાતરી એફ.એસ.એલ માં પરીક્ષણ કરાવવા ગાંધીનગર મોકલવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર કે.એ.વાળા તથા જે.એમ.ભટૃ તથા ખોડુભા જાડેજા તથા વનરાજભાઈ લાવડીયા તથા હાદિકસિંહ પરમાર તથા કનુભાઈ બસીયા તથા દિગ્વિજયસિંહ ગોહિલ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ગોપાલભાઈ પાટીલ તથા શૈલેષભાઈ કગથરા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)