રાજકોટમાં આંબેડકરનગર વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા માલવીયાનગર પોલીસ

રાજકોટ શહેર તા.૬.૩.૨૦૨૦ ના રોજ આંબેડકરનગર શેરી.નં. ૧૨-૫ ના ખૂણે રહેતા કરશનભાઇ નથુભાઈ મકવાણા. ઉ. ૭૦, સાંજે. ૫ વાગ્યે પોતાના ઘરે હતા. ત્યારે વિશાલ મોહનભાઇ મુછડીયા તથા તેની સાથે ચાર શખ્શોએ ઘરે આવીને ઝઘડો કરીને છરી વડે જીવલેણ હુમલો કરી નાશી છૂટ્યા હતા.
બાદમાં વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું. આંબેડકરનગર માં દલિત યુવાન પર દલિત શખ્સોએ કરેલ ખૂની હુમલામાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો. માલવીયાનગર પોલીસ કાફલો થયો દોડતો. બનાવની જાણ થતા માલવિયા નગર પોલીસ મથકના પી. આઇ. ચુડાસમા સહિતનો સ્ટાફ દોડી હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)