જી.એમ.બી. પોલીટેકનીક, રાજુલા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

તા. 6 માર્ચના રોજ જી.એમ.બી. પોલીટેકનીક, રાજુલા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કોલેજના વુમન ડેવલોપમેન્ટ સેલ ઘ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઘ્વારા સ્ત્રી સશક્તિકરણ પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું તેમજ બેટી બચાવો વિષય પર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. કોલેજના વુમન ડેવલોપમેન્ટ સેલના કો-ઓર્ડીનેટર ભૂમિકાબેન પટેલ ઘ્વારા વિદ્યાર્થીનીઓને પોતાના પગસભર બનવા તેમજ વધુ અભ્યાસ માટેની પ્રેરણા આપી હતી.
વુમન કમિટીના મેમ્બર નેહા વાઘેલા ઘ્વારા વિદ્યાર્થીનીઓને તેમના હકો વિશે અને જેન્ડર ઈકવાલીટી પર સમજણ આપી હતી. કાર્યક્રમના અંતે સંસ્થાના આચાર્ય પ્રો. (ડો.) કલ્પેશ એચ. વન્ડરા ઘ્વારા વિદ્યાર્થીનીઓને તેમના પરફોર્મન્સ પર અભિનંદન પાઠવ્યા હતા અને સંસ્થાની વિદ્યાર્થીનીઓને જીવનમાં અને તેમના ભણતરમાં ઉચ્ચ પ્રગતિ થાય તેવી કામના કરી હતી.