રાજકોટ શહેર વિપક્ષી નેતા સાગઠિયા અને ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનો આક્ષેપ

રાજકોટ શહેર તા.૭.૩.૨૦૨૦ ના દેશભરમાં કોરોનાના કહેર સામે આરોગ્ય તંત્રના જનજાગૃતિના પગલા છતાં રાજકોટ મનપા તંત્ર નિંદ્રા અવસ્થામાં. વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા અને ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનો આક્ષેપ. સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે આ વાઈરસથી બચવા માટે સરકારના દરેક તંત્ર દ્વારા જનજાગૃતિના પગલાઓ ભરી લોકોને આ વાઈરસથી બચવા માટેની ગાઈડલાઈન જાહેર કરી કેવી રીતે બચી શકાય તે રીતે વર્તમાનપત્રો, ટેલીવિઝન અને મીડીયાના માધ્યમથી સચેત કરી રહેવામાં આવી રહ્યા છે.
રાજકોટ મનપાનું તંત્ર આ અંગે ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિરોધપક્ષના નેતા ગાયત્રીબા વાઘેલા કર્યો છે. અને મ્યુ.કમિશનરને આ અંગે યોગ્ય કરવા માંગ કરી છે. આ અંગે વશરામભાઈ સાગઠીયા અને ગાયત્રીબા વાઘેલા જણાવે છે. કે સમગ્ર શહેરમાં કોરોના વાઈરસથી બચવા માટેના તકેદારીના પગલાઓ અને તે અંગેની જનજાગૃતિ કેળવવા માટેના નક્કર પ્રયાસો થયા હોય તેવું દેખાતું નથી.
મનપાના તંત્ર દ્વારા શહેરની જાહેર જગ્યાઓ, મોટા દવાખાનાઓ તેમજ ખાનગી હોસ્પિટલો મહાનગરપાલિકાના કાર્યાલય અને મનપાના તમામ ઓફિસો કે જયાં સતત શહેરના લોકોની અવરજવર રહેતી હોય તેવી જાહેર જગ્યાઓ એ આગમચેતીના પગલાઓ ભરવા માટેના પોસ્ટરો, તે અંગેની ગાઈડલાઈન દર્શાવતી વિગતો સહીતના બેનરો, આરોગ્ય વિભાગ દ્વારા મીડિયાના માધ્યમથી આ વાઈરસથી બચવા માટેનો પ્રચાર-પ્રસાર તેમજ આરોગ્ય વિભાગ પાસે પર્યાપ્ત સ્ટાફ મારફત દ્યેર-દ્યેર પેમ્ફલેટની વિતરણ સહિતના પગલાઓ ભરવા જોઈએ જેનો સદંતર અભાવ જોવા મળે છે.
આ બાબતે વ્યાપક જનહિતના આરોગ્યને ધ્યાને લઇ મનપાના તંત્ર દ્વારા ઉચિત જાગૃતિના પગલાઓ ભરવામાં આવે તે બાબતે મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિરોધપક્ષનાં નેતા ગાયત્રીબા વાઘેલા દ્વારા કમિશનરને પત્ર પાઠવી તાત્કાલિક પગલા લેવા જણાવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)