રાજકોટ-અમદવાદ હાઇવે ઉપર માલિયાસણ ગામ પાસે અકસ્માત, ૧૪ જેટલા લોકોને ઈજા પહોંચી

રાજકોટ-અમદવાદ હાઇવે ઉપર માલિયાસણ ગામ પાસે આજે વહેલી સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ખાનગી બસમાં બેઠેલા ૧૪ જેટલા લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ પણ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)