અમરેલીના વાવડી રોડ ગામે બે દિવસીય ગુરૂમૂર્તિ સ્વામી નિર્દોષાનંદજી પ્રતિષ્ઠા મહોત્સવ

અમરેલીના વાવડી(રોડ) ગામના આંગણે બ્રહ્મલીન પ.પૂ. શ્રીમત પરમહંસ પરીબ્રાજકાચાર્ય, ક્ષેત્રીય બ્રહ્મનિષ્ઠ, કનક-કાંતા ના ત્યાગી, સનાતન ધર્મ ધર્મધુરંધર, શિવસ્વરૂપ સદગુરુ સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતી મહારાજની સુંદર મંગલમુર્તિની બે દીવસિય પ્રાણ પ્રતિષ્ઠા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૯ ના રોજ સવારે ગુરુમૂર્તિને વિવિધ દ્રવ્યોથી અભિષેક કર્યા બાદ ગુરુમૂર્તિની વાજતે ગાજતે ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં સંતો મહંતો સાથે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર તેમજ ગામના આગેવાનો તેમજ સમસ્ત વાવડી ગામ જોડાયું હતું. તા.૧૦ ને મંગળવાર ના રોજ ધુળેટી ના દિવસે સવારે વાવડી ખાતે આવેલ પ.પૂ. સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ ખાતે ગુરુમૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. સમસ્ત વાવડી ગામ તેમજ કુંકાવાવ તાલૂકા તથા જિલ્લામાંથી સેવક સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા