દામનગર ૐસાઈ અને એચ. વી. વિધાલય ખાતે કોરોના વાયરસ અંગે માર્ગદર્શન શિબિર

દામનગર ૐ સાંઈ પ્રાયમરી સ્કૂલ અને એસ વી વિદ્યાનિકેતન સંકુલ માં કોરોના વાયરસ અંગે જાગૃતિ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું. જેમાં દામનગર સી એચ સી સેન્ટર ના હોમીઓપેથી વિભાગના ડૉ. મનિષ જેઠવા સાહેબ દ્વારા કોરોના વાયરસ થી બચવાના માટે કેટલીક બાબતોની સાવધાની રાખી શકાય. શુ કરવુ અને શુ ન કરવું. શુ ખાવુ શુ ન ખવાય આ સમગ્ર બાબતની માહિતી આપવામાં આવી આવી હતી. રોગના ભય નો માહોલ દૂર કરવા ઉપરાંત આપણી આસપાસ ના લોકોને જાગૃત કરવાની પણ માહિતી આપવામાં આવી. આ ઉપરાંત શાળાના તમામ ૨૦ શિક્ષકગણ અને ૪૪૦ વિધ્યાર્થીઓ માટે કોરોના વાયરસ ની અસરને દૂર કરવા પ્રોફાઈલેટીક હોમીઓપેથી સરકાર માન્ય દવાના ડોઝ નું વિતરણ કરવામાં આવ્યું જે આગામી દિવસો માં સતત ત્રણ દિવસ શિક્ષકમિત્રો તેમજ વિધ્યાર્થીઓને સવાર માં પિવડાવવામાં આવશે. ડો.જેઠવાસાહેબ દ્વારા કોરોના વાયરસ અંગે સચોટ માર્ગદર્શન સમગ્ર શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોને મળ્યું હતું. નિરામય આરોગ્ય થી સર્વ કોઈ ને અવગત કર્યા હતા.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા