માં અંબા ના ધામ મા ભટ્ટજી મહારાજ અને ઠાકોર સમાજના હસ્તે હોળી પ્રગટાવવામાં આવી

શક્તિ, ભક્તિ અને પ્રકુતિના ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમા આજે ફાગણી પૂનમ હોઈ મોટી સંખ્યામા ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા આજે પૂનમ હોઈ કોરોના વાઇરસની અસર માતાજીના ધામમા નહિવત જણાઈ હતી. આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી મંદિર આવ્યા હતા આજે પૂનમ હોઈ સવારની મંગળા આરતી 6 વાગે કરવામાં આવી હતી અને સાંજે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ અને અંબાજી ઠાકોર સમાજના અધ્યક્ષસ્થાને અંબાજીના ગુજરાતી શાળાના મેદાનમા સાંજે 6:26 વાગે શુભ મુર્હતમા હોળી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરાઈ હતી. અગ્રવાલ સમાજ અને બીજા અન્ય સમાજ ના લોકો ઠંડી હોળી ની પૂજા કરી હતી.
અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિરના અધિકારીગણ માતાજીની મશાલ લઈને ગુજરાતી શાળા આવ્યા હતા. અહીં રમેશભાઈ મહારાજ અને અન્ય બીજા મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી હોળી ની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ હોળી દહન કરવામાં આવ્યું હતું. અંબાજીમા લાકડ ની હોળી અને છાણની હોળી એમ બે હોળી પ્રગટાવવામાં આવે છે. આ સમયે અંબાજીનો ઠાકોર સમાજ ખાસ હાજર રહે છે જયારે હોળી દહન કરવાની હોય ત્યારે ઠાકોર સમાજ પહેલા હોળી ને જ્વાળા આપે છે. આ સમયે ઢોલ નગારા સાથે અંબાજી ઠાકોર સમાજના લોકો નાચ ગાન કરે છે અંબાજી મંદિર અને ગબ્બર મંદિરની વર્ષો પહેલા પૂજા અર્ચના ઠાકોર સમાજના ભાઈઓ કરતા હતા આમ આજે મોટી સંખ્યામાં લોકો હોળી દહનના દર્શન કરવા આવ્યા હતા.
અમિત પટેલ (અંબાજી)