દ્વારકાના ફુલડોલ ઉત્સવના યાત્રીકો માટે સ્પેશ્યલ ટ્રેનની સુવિધા

દ્વારકાના ફુલડોલ ઉત્સવના યાત્રીકો માટે સ્પેશ્યલ ટ્રેનની સુવિધા
Spread the love
  • સંસદસભ્ય પૂનમબેન માડમની ભલામણથી યાત્રાધામ દ્વારકાના ફુલડોલ ઉત્સવના યાત્રીકો માટે સ્પેશ્યલ ટ્રેનની સુવિધા કરતું રાજકોટ રેલવે ડીવીઝન

જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની ખાસ ભલામણથી યાત્રાધામ દ્વારકામાં હોળી-ધુળેટીના તહેવારમાં દ્વારકાધીશના ફુલડોલ ઉત્સવમાં દર્શનનો લહાવો લેવા આવતા યાત્રીકો માટે સ્પેશ્યલ ટ્રેનની ત્રણ દિવસ માટે રાજકોટ રેલવે ડીવીઝને સુવિધા કરી છે.

દ્વારકા યાત્રાધામમાં હોળી-ધુળેટીના તહેવારોમાં, ભગવાનશ્રી દ્વારકાધીશ મંદિરે ઉજવાતા પરંપરાગત ફુલડોલ ઉત્સવમાં ખુબ મોટી સંખ્યામાં પદયાત્રી સહિતના યાત્રીકો દૂર દૂરથી આવતા હોય તેમને પરત જવા ઓખા-રાજકોટ સ્પેશ્યલ ટ્રેનની સુવિધા કરવી આવશ્યક હોઇ રેલવે તંત્રને જામનગર-દેવભૂમિ દ્વારકા જિ૯લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ખાસ ભલામણ કરતા રેલવે ડીવીઝન રાજકોટ દ્વારા આ ઓખા રાજકોટ-ઓખા સ્પેશ્યલ ટ્રેન તા. ૯-૧૦-૧૧ ત્રણ દિવસ માટે શરૂ કરાઇ હોય સૌ યાત્રીકોને આટ્રેનથી સાનુકુળતા બની રહેશે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત અને દેશના અનેક વિસ્તારોમાંથી ખુબ મોટી સંખ્યામાં પદયાત્રીકો સહિત ખુબ બહોળી સંખ્યામાં ભાવિકો ભગવાન શ્રી દ્વારકાધીશના ફુલડોલ ઉત્સવમાં આવતા હોય તેમને પરત જવા માટે ખાસ પરિવહન સુવિધા વધે તે બાબતને ગંભીરતાથી લઈ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ રેલવે ડીવીઝન ને ભારપુર્વક ની ભલામણ કરતા તારીખ ૯-૧૦-૧૧ માર્ચ એમ ત્રણ દિવસ માટે ઓખા રાજકોટ-ઓખા સ્પેશ્યલ ટ્રેન સુવિધાનો નિર્ણય કયી હોઇ ખુબ મોટી સંખ્યામાં યાત્રાધામ દ્વારકાના યાત્રીકો માટે સુવિધા થઇ છે.

ઉલ્લેખનીય છે કે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના પ્રયતોથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામા રેલવેને લગત અનેકવિધ સુવિધાઓ થતી રહી છે ત્યારે આ વધુ એક ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનની સુવિધાથી ખુબ મોટી સંખ્યામાં યાત્રીકોમાં સાનુકુળતા સાથે રાહતની લાગણી વ્યાપી છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

Admin

Admin

9909969099
Right Click Disabled!