મોરબી સિવીલ હોસ્પિટલમાં ધુળેટી પર્વની ઊજવણી

મોરબી સિવીલ હોસ્પિટલમાં ધુળેટી પર્વની ઊજવણી
Spread the love

મોરબી,

મોરબી સિવીલ હોસ્પિટલમાં કર્મચારીઓ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસ સહિતના રોગોએ માથુ ઉચક્યુ હોય, જેથી આમજનતાની સુખાકારીને ધ્યાનમાં લઈ અન્ય જિલ્લાઓમાંથી અહીં સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા સ્ટાફે રજા પર જવાનું ટાળી, પ્રથમ ફરજને પ્રાધાન્ય આપી, સતત દર્દીઓની સેવામાં હાજર રહેતા હોય, જેથી આ કર્મચારીઓને તેમના પરિવારની ખોટ ન વર્તાય. જેથી, સ્થાનિક કર્મચારીઓ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનો તેમજ ફરજ પરના સ્ટાફને રંગોથી રંગી જીવનમાં રંગોત્સવ જળવાઈ રહે, તેવી એકમેકને શુભકામનાઓ પાઠવી હતી. આ રંગોત્સવ કાર્યકમમાં પ્રતાપબા ગોહિલ, સુમિત્રાબેન કણસાગરા, મુમતાઝબેન પીપરવાડીયા, ધારાબેન વ્યાસ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

FB_IMG_1583849633253.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!