CBSE મેથ્સનું “સ્ટાન્ડર્ડ” પેપર બેજીક લેવલનું રહ્યું : મોટા ભાગના પ્રશ્નો NCERT આધારિત

આ વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSEના ધોરણ-૧૦નું ગણિતના પ્રશ્નપત્રને CBSE બોર્ડે સૌ પ્રથમવાર ‘સ્ટાન્ડર્ડ’ અને એના વિકલ્પ સ્વરૂપે ‘બેઝિક’ સ્વરૂપે મૂક્યું હતું. બોર્ડે અગાઉથી સ્પષ્ટતા કરેલી કે, ‘બેઝીક’ પેપરમાં પ્રશ્નો પ્રમાણમાં સરળ પુછવામાં આવશે. જો કે બન્ને પેપરનો અભ્યાસક્રમ સમાન રહેશે એમ બોર્ડે જણાવ્યું હતું. ચેમ્પસ એકેડેમીના ડાયરેકટર અને સબજેક્ટ એક્સપર્ટ શ્રી કેવલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, CBSE બોર્ડે ડિકલેર કરેલી પેટર્ન પ્રમાણે ગણિતના બેઝીક અને સ્ટાન્ડર્ડ બન્ને પેપર નીકળ્યા હતા. સ્ટાન્ડર્ડ પેપર કરતા બેઝિક પેપર પ્રમાણમાં સરળ હોવાની ધારણા મહદંશે સાચી રહી છે. જો કે બેઝિક પેપરના કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીઓને મુંઝવે તેવા જરૂર હતા તેમ શ્રી ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું હતું.
શ્રી કેવલ ત્રિવેદીના જણાવ્યા અનુસાર બંને પેટર્નના ગણિતના પેપરમાં ચાર વિભાગમાં ૪૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જે પૈકી વિભાગ–એમાં એક માર્કના ૨૦, વિભાગ-બીમાં બે માર્કના છ, વિભાગ-સીમાં ત્રણ માર્કના આઠ અને વિભાગ-ડીમાં ચાર માર્કના છ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જો કે સ્ટાન્ડર્ડ પેપરના વિભાગ-સીના ત્રણ માર્કના પ્રશ્નો પૈકી બે પ્રશ્નોના જે વિદ્યાર્થીઓએ સમજીને મહેનત કરી હશે તે સાચા ઉત્તરો આપી શક્યા હશે તથા પૂરા માર્કસ લાવી શકશે.
‘બેઝિક’ પેપર આપનારા વિદ્યાર્થીઓને પેપર ઠીક ઠીક મુશ્કેલ લાગ્યું હશે જ્યારે ‘સ્ટાન્ડર્ડ’ પેપર આપનારા વિદ્યાર્થીઓને પેપર પ્રમાણમાં સરળ લાગ્યું હશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે CBSE બોર્ડ ધોરણ દસમાંની પરીક્ષા આપી રહ્યા છે જે પૈકી “બેજીક” ગણિતના પેપર માટે કુલ ૬ લાખ ઉમેદવારો તથા “સ્ટાન્ડર્ડ” ગણિતના પેપર માટે ૧૨ લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.