સરકારી કોલેજ થરાદ પ્રશાસનને એબીવીપી થરાદ દ્વારા આવેદનપત્ર

થરાદની સરકારી વિનિયન અને વાણિજય કોલેજ ખાતે વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા કોલેજના પ્રિન્સિપાલ ડૉકટર હિંમતભાઈ સેંજલીયાને આવેદનપત્ર પાઠવી વિવિધ સમસ્યાઓનો નિવેડો લાવવા માંગ કરી હતી. જેમાં ચુસ્ત બંદોબસ્ત માટે પટ્ટાવાળાઓને મુખ્ય દરવાજે બેસાડવા, એબીવીપી દ્વારા અગાઉ સંજય રાવલનો મોટિવેશન સેમિનાર યોજાયો હતો જેમાં અગાઉના પ્રિન્સીપાલ ભરતભાઈ કણઝરીયા દ્વારા જીમની જાહેરાત કરી છતાં જીમનો અભાવ હોઈ જીમ લાવવું, તમામ વિદ્યાર્થીઓને ફરજીયાત ગળામાં આઈકાર્ડ રાખવાનો નિયમ લાગું કરવો તેમજ આઈકાર્ડ વગર કોલેજમાં પ્રવેશ આપવો નહીં.
એનસીસી શરૂ કરવું, ટેબલેટ સત્વરે આપવામાં આવે, ગુજરાતી વિષયના અધ્યાપકની તાત્કાલિક ધોરણે સરકારી ભરતી કરવા તેમજ ઈંગ્લિશ અને મનોવિજ્ઞાન વિષયને મુખ્ય સહિત ગૌણ વિષય તરીકે અભ્યાસક્રમમાં ઉમેરવા સહિતની વિવિધ માંગણીઓને લઇ કોલેજ પ્રશાસનને આવેદનપત્ર પાઠવી સમસ્યાનો નિશ્ચિત સમયમર્યાદામાં વિધાર્થીઓના હિતમાં નિર્ણય લઈ નિરાકરણ લાવવા માંગ કરી હતી.
જો સમયમર્યાદામાં માંગ નહીં સોતોષાય તો વિધાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, જોકે એબીવીપીના કાર્યકર્તાઓને કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર હિંમતભાઈ સેંજલીયાએ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી વિધાર્થી જગતના પ્રશ્નોને વાચા આપવા બાંહેધરી આપી તેઓએ જણાવ્યું હતું કે મારી તમામ વિદ્યાર્થીઓના વાલીઓને વિનંતી છે કે કોલેજની મુલાકાત લે તેવી અપેક્ષા વ્યક્ત કરી કોલેજના વિકાસની ગાથામાં સહભાગી થવા અપીલ કરી હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ