રૂપાણી સરકારમા કાર્યપાલકનો ચાર્જ લેવા લાખોની લ્હાણી…

રૂપાણી સરકારમા કાર્યપાલકનો ચાર્જ લેવા લાખોની લ્હાણી…
Spread the love
  • સાચું હોય તો શરમ જનક !!!
  • નેતાઓ થી લઇ અધિકારીઓ સૌ ઉઘરાણા જ કરે છે..

આજે ભગવાન ને પણ અફસોસ થતો હશે..માણસ બનાવી છેતરાયા નો અફસોસ થતો હશે.. માતાના ઉદર મા પીડા ભોગવતું, ધરતી ઉપર ડગ માંડવા મથતા બાળકે ઉદર ની ગરમી મુંજવણ માથી મુક્ત થવા,કેટ કેટલા કોલ કર્યા હતા..

ધરતી ઉપર અવતરણ થતાં જ શબ્દો હતા ઉવા..ઉવાં,એટલે કે “હું અહીંયા તું ત્યાં” કપટી બની ભગવાન ને છેતરી જનારો આ કાળા માથાનો માનવી ક્યાં જઈ ને અટકશે..? માત્ર “પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાસ” પૈસા પાછળ દોડવા મા ભક્તિ કે સેવા થી પણ છટકી ગયો. અરે ફરજ અને કર્યો નિભાવવામાં સરકાર ના આદેશો કે ગાઈડ લાઇન થી ભડકી ગયો..

આઝાદ ભારત ના પવિત્ર ગ્રંથ બંધારણ ને પસ્તી સમજી બેઠો. સરકાર કે ઉપરી અધિકારી ના આદેશો ને પ્રેમ પત્ર સમજી બેઠો.પોતાની હેસિયત કરતા તગડો પગાર લઇ ને, ગાપચી મારતા,વાયદા મારતા,ખોટા જવાબો આપવાનું શીખી ગયો..

કોભાંડ, ભ્રષ્ટાચાર કે ગુન્હાખોરી ને ક્લીન ચીટ નું પ્રમાણ પત્ર આપતો થઈ ગયો.અને એક બીજાનું પાપ ઢાક્તા શીખી ગયો.. પગાર સિવાય નું ઉઘરાવતો થઈ ગયો.ક્યાં જઈ ને અટકશે આં કાળા માથા નો માનવી, કાળા હતા ને ધોળાં આવ્યા ત્યાં તો કોનો હતો ને કોનો થઈ ગયો..
ઉપરોક્ત શબ્દો બેઉ પક્ષો ને લાગે છે.એવી ઘટના ચર્ચાઈ રહી છે. સરકારે દસ કિલોમીટર થી મોટા તમામ રોડ સ્ટેટ હસ્તક લેવાઈ ગયા છે.પરંતુ જિલ્લા કક્ષાએ એક વર્ષ કરતા વધુ સમયથી કાર્યપાલક ઇજનેર કે જે આં વિભાગ ના મુખ્ય અધિકારી કહેવાય તે જગ્યા ખાલી છે.. આને કહેવાય “રેઢા રાજ”

જાણવા મળ્યા મુજબ કાર્યપાલક ઇજનેર નો ચાર્જ એક ડે.ઇજનેર ને અપાવવા મા આગેવાનો અને અધિકારીઓ ની કરવી ભૂમિકા છે…આખા જિલ્લા નાં આલા અધિકારી બનવાની અને ધન ના ઢગલાં કરવાની લ્હાય મા ધારાસભ્ય,સંસદસભ્ય,વર્તુળ કચેરી,ચીફ ઇજનેર થી માંડી સચિવો સુધી ના નૈવેધ ધરાવવામાં લાખો નો વહીવટ થઈ ગયો.ચાર્જ ને એક વર્ષ પૂરું થતાં ફરી ઉઘરાણા શરૂ થયા નું જાણવા મળે છે..શું આવા હાથે વિકાસ શક્ય છે ખરો..?
છસ્સો કરતાં વધુ ગામડાના વિકાસ માટે જિલ્લા પંચાયત ના એક માત્ર કાર્યપાલક કેટલા અનુકૂળ નેતાઓ અને અધિકારીઓ ને હશે..બાંધકામ નો ચાર્જ,બોટાદ જિલ્લા નો ચાર્જ,ક્ષાર નિયંત્રણ નો ચાર્જ અને સુજલામ સુફલામ્ તો ખરીજ..

શું વિકાસ નાં કામ ની ગુણવત્તા જળવાતી હશે..? કે પછી “લોટ પાણી ને લાકડા” ખૂબ સારું કહેવાય ચાર ચાર ટેબલ નું કમિશન.. વાહ ચાર ગણી કમાણી.કૃપા કરનારા કે આ વ્યવસ્થા મા મૂંગા બેસનારા નેતાઓ ને પણ બખ્ખા જ હોય..

કોન્ટ્રાકટરો ના ભરોસે ચાલતો વિકાસ કરવો હોય,તો ગેરંટી સાથે કામ આપી દયો આ ધોળા હાથી ની શું જરૂર છે..? પગાર આપવા,મોંઘવારી ના લાભ આપવા, ભટથા આપવા,ગાડી,ઓફિસ, એ. સી. કે પટ્ટાવાળા આપવા ઉપરાંત એક ડઝન નો સ્ટાફ..આતો “ખાતર માથે દીવો” કર્યો કહેવાય..

રૂપાણી સાહેબને સવાલ પૂછવા નું મન થાય શું આમ થશે વિકાસ..? શું આમ થશે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત..? તમે સત્તા મા આવ્યા ત્યારે વિકાસ ને કોરોના વાયરસ લાગ્યો છે..કોરોના ને ઓળખવા મા મોડું થયું.. આ ક્યાંથી આવ્યો..? કોણે મૂક્યો..?

હવે ગુજરાત ને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે વિકાસ ને કોરોના મુક્ત કરવો પડે..પણ કોરોના ની નથી દવા તમારી પાસે,કે નથી રસી. કેમ કોરોના મુક્ત કરવો વિકાસ..? આ સ્ટોરી અમારા ભાવનગર જિલ્લા નું સત્ય છે..બીજા જિલ્લા મા આવું કદાચ નહિ હોય..કારણ નેતાઓ બધે ઉઘરાણા નથી કરતા..

અમારા જિલ્લા મા આ વળી ઉઘરાણા નો પાયો અમારા નેતાએ નાખ્યો છે, સીનીયોરિટી ખરીને..!!! અનુભવ નું મોટું ભાથું છે એમની પાસે..કહેવત છે ને.. “જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ,અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી” આ કહેવત ને સંપૂર્ણ સમર્થન અમારા નેતાનું છે..કહેવાતો ને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કર્યા નું ગૌરવ એમના શિરે છે..!!!

લોકો કહે છે, હું પણ કહેતો હતો, “વિકાસ ગાંડો થયો છે.” પણ આં કોરોના જ્યાં સુધી ઓળખાયો નહિ ત્યાં સુધી ડાહ્યો થવાની શક્યતા હતી..પણ વિકાસ ને કોરોના થયો છે,તે જાણ્યા પછી હવે આં ગાંડો થયેલો વિકાસ સારો થવાની આશા ઉપર પાણી ફરી વળ્યુ છે..!!!

લી.
લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ, ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ
ભાવનગર (મો) 94265 34874

Admin

Admin

9909969099
Right Click Disabled!