રીલાયન્સ ફાઉન્ડેશન અને સેબીના સયુંકત ઉપક્રમે મહિલાઓમાં નાણાકીય સાક્ષરતાની નવી પહેલ

રીલાયન્સ ફાઉન્ડેશન અને સેબીના સયુંકત ઉપક્રમે મહિલાઓમાં નાણાકીય સાક્ષરતાની નવી પહેલ
Spread the love
  • રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નાણાકીય સાક્ષરતા દ્વારા મહિલા જાગૃતિનો સરાહનીય પ્રયાસ

રીલાયન્સ ફાઉન્ડેશન અરવલ્લી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારશ્રીના તમામ કાર્યક્રમોનું ગ્રામીણ લેવલે સક્રીય રીતે ઉજવણી કરી લોક જાગૃતિ ઝુંબેશ દ્વારા વિવિધ કાર્યકર્મો હાથ ધરી સરકારશ્રીના કાર્યક્રમોને વેગ આપવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી 12 માર્ચ થી 16 માર્ચ સુધી ગ્રામીણ લેવલે મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો ,ઉપરોક્ત કાર્યક્રમને પ્રોત્સાહન આપવા રિલાયન્સ ફાઉન્ડેશન કાર્ય વિસ્તારના ગામોમાં સેબી (સિકયુરીટી એક્ચેંજ બોર્ડે ઓફ ઈન્ડિયા) સાથે સંકલન કરી ગ્રામીણ મહિલાઓને નાણાકીય રીતે સાક્ષર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.

જેમાં મેઘરજ અને માલપુર તાલુકાના ગામોમાં આગામી 12 માર્ચ થી 16 માર્ચ સુધી અલગ અલગ 10 ગામોમાં આયોજન બધ્ધ રીતે 360 બહેનો સાથે નાણાકીય સાક્ષરતા તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ,જેમાં સેબી (સિકયુરીટી એક્ચેંજ બોર્ડે ઓફ ઈન્ડિયા) માથી નાણાકીય સાક્ષરતા નિષ્ણાત અશોકભાઇ મહેતા દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન કાર્ય વિસ્તારના નિર્ધારીત કરેલ ગામોમાં મોટી સંખ્યામાં બહેનો સાથે એક દિવસીય તાલીમનુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ઉપરોક્ત તાલીમમાં નાણાકીય બચતના ફાયદા, બચત કરવાની અલગ અલગ પધ્ધતી તથા સલામત મૂડી રોકાણ વિષે સવિસ્તાર માહીતી આપવામાં આવી, આ ઉપરાંત સરકારી યોજનાકીય વિવિધ વીમા પોલીસી તથા આરોગ્ય લક્ષી યોજના વિષે વિસ્તૃત માહીતી આપવામાં આવી રહી છે. તાલીમના અંતે દરેક ગામોમાં એક્શન પ્લાન તરીકે રીલાયન્સ ફાઉન્ડેશન કાર્ય વિસ્તારના ગામોમાં માં કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ , આયુષ્યમાન કાર્ડ વગેરેના લાભાર્થીઓ જે તે યોજનાનો લાભ લેવા જરૂરી માર્ગદર્શન આપવામાં સહકાર આપવાની ખાતરી આપી હતી.

નાણાકીય સાક્ષરતા તાલીમમાં મહિલાઓને સલામત મૂડી રોકાણ સાથે સાથે રોજીંદી દિનચર્યામાં કરકસર દ્વારા કઈ રીતે ખર્ચમાં ઘટાડો કરી શકાય તે અંગે વિવિધ પધ્ધતિઑ દ્વારા સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વીમા પોલીસીનું મહત્વ અને તેના ફાયદા વિષે માહિતી આપી દરેક ખાતા ધારકો પોતાના બેન્ક એકાઉન્ટ મારફતે વીમા પોલીસીની જોડાણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200317-WA0254-0.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!