ખોળ ભરેલ ટ્રકમાં આગ લાગતાં મચી દોડધામ

થરાદની મુખ્ય બજારમાં આવેલા દિવ્ય અસિમા કોમ્પલેક્ષ નજીક ટ્રકમાં આગ ભભૂકતા દોડધામ મચી ગઈ હતી, ત્યારે અસિમા કોમ્પલેક્ષ નજીક કાકા કપાસિયા ખોળ ભરેલ ગાડીમાં આગ લાગી હતી, જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. વીજ વાયરના જીવિત તારને ગાડીનો ભાગ અડકતા આગ લાગી હતી, વીજ તારથી આગ લાગવાને કારણે સ્થાનિક રહીશો દ્વારા ટ્રકમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, તેમજ રહીશો દ્વારા કપાસિયા ખોળની બોરીઓ ટ્રક પરથી નીચે પટકી હતી, જોકે ટ્રકમાં વીજ તારને અડકવાને કારણે લાગેલ આગના બનાવને પગલે સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ