જામનગરના રણજીતનગરમાં કપાતનો વિરોધ

જામનગર મહાનગરપાલિકાએ જનતા ફાટકથી રણજીતનગર પટેલ સમાજ સુધી ડીપી કપાતનો નિર્ણય લીધો છે. આ મુદ્દે રણજીતનગર વેપારીઓએ JMCને આવેદન મુક્યું છે. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ સ્થળે JMCને ખુલ્લી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં બાંધકામવાળા સ્થળે કપાત માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે તે સંજોગોમાં કપાતનો નિર્ણય શા માટે? આ નિર્ણય વાજબી લેખાય?
નોંધનિય છેકે, આગામી મહિનાઓમાં કોર્પોરેશનની ચૂંટણી છે. ત્યારે રણજીતનગર તથા નવાગામ ઘેડની ડીપી કપાતોના વિવાદ સમસ્યાઓ ઉભી કરશે. રણજીતનગરનો કપાતનો મામલો ૧૧ વર્ષથી આમ જ ગાજી રહ્યો છે! ૨૦૦૯ માં પણ અસરગ્રસ્તોને નોટિસો આપવામાં આવી હતી. ૨૦૦૯ માં પણ મહાનગરપાલિકાની ચૂંટણીનો સમય હતો ત્યારે આ ડીપીનો મામલો ચણાવ્યો હતો અને, જયારે પણ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી હોય ત્યારે ફરી આ મુ સપાટી પર લઇને લોકોને પરેશાન કરે છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)