થરા મોરથલ વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ

થરા મોરથલ વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ
Spread the love

થરાદ તાલુકાના થરા મોરથલ ગામ વચ્ચે સામ સામે બાઈકનો થયેલ અકસ્માત બાદ ડેડુવા ગામના ગણેશભાઈ વકતાભાઈ રબારીએ બજાજ ડિસ્કવર બાઈક ચાલક વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં બપોરના એકાદ વાગ્યાના સુમારે ગણેશભાઈ રબારીના કાકાનો દિકરો દશરથભાઈ તેઓ પલ્સર મોટર સાયકલ Gj-01 MR-2281 નંબરનું બાઈક લઇને દશરથભાઈની સાથે સરદારાભાઈ કાનાભાઈ રબારી બંને જણા રાહ ઘરે સામાન લેવા નીકળયા હતા.

આશરે બપોરના દોઢ વાગ્યાના સુમારે ગણેશભાઈના કાકાના દીકરા પાંચાભાઈનો ફોન આવતા તેમણે થરા મોરથલ વચ્ચે અકસ્માત થયાની ઘટના કહેતાં તેઓ ત્યાં પહોચ્યા હતા, ઘટના સ્થળે પહોચી જોયું ત્યારે દશરથભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓની સાથે મરણ પામેલ હતો, તેમજ સરદારાભાઈને પગના ભાગે અને માથાના ભાગે વાગેલ અને હાથે ફેક્ચર થયેલ હતું.

સામાવાળું બજાજ ડિસ્કવર મોટર સાયકલ નંબર Gj-02 BE-4535 નું હતું, બજાજ ડિસ્કવર બાઈક ચાલક જેઓ મરણ પામેલ હતો, તેમજ તેની સાથે હતો તેને પણ ઈજાઓ પહોંચી હોઈ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા બાદ ગણેશભાઈના કાકાના દીકરો દશરથભાઈ પુનમાભાઈ રબારી ઉ.વ.19 જેઓ ઘટના સ્થળે મરણ પામતા તેની લાશને પ્રાઈવેટ વાહનમાં સરકારી હોસ્પિટલમાં પીએમ રૂમમાં મુકી ગણેશભાઈ વકતાભાઈ રબારીએ બજાજ ડિસ્કવર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ

IMG-20200319-WA0042-0.jpg

Admin

Arvind Purohit

9909969099
Right Click Disabled!