કીડાણા ગામે અપહરણ થયેલ દીકરીના પરિવાર દ્વારા એસ.પી.ને લેખિતમાં આવેદન

કીડાણા ગામે અપહરણ થયેલ દીકરીના પરિવાર દ્વારા એસ.પી.ને લેખિતમાં આવેદન
Spread the love

તા.30/11/2019 ના રોજ કીડાણા ગામ, તા.ગાંધીધામ, જી.કચ્છ મુકામેં રહેતી અનુ.જાતિ ની દીકરી (દંક્ષાબેન રામજીભાઈ મહેશ્વરી )નું અપહરણ કરવામાં આવ્યું હતું જેની આજ દિન સુધી કોઈ ભાળ મળી નથી, જેને લઈ સામાજિક એકતા જાગૃતિ મિશન અને પીડિત પરિવાર દ્વારા આજ રોજ જિલ્લા “બી” ડિવિઝનના એસ.પી. પરીક્ષિતાબેન રાઠોડને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું. આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં પણ આવી હતી છતાં પણ પોલીસ અધિકારી દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી તેવું સામાજિક એકતા જાગૃતિ મિશનના સહ પ્રભારી. કુ.ભાવનાબેન રાઠોડે જણાવેલ હતું અને સાથે જણાવેલ કે, આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવેલ નથી.

આજ રોજ તા.20/03/2020 ના રોજ સામાજિક એકતા જાગૃતિ મિશન ના નેતૃત્વ માં એક પ્રતિનિધિ મંડળ “બી” ડિવિઝન ના એસ.પી શ્રીમતી પરીક્ષિતાબેન રાઠોડ ને મળેલ અને સમગ્ર બાબતે વિસ્તૃત ચર્ચા કરેલ. આ ઘટના ને 70 દિવસ થઈ ગયા તેમ છતાં પણ કોઈ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવેલ નથી એટલે પીડિત પરિવાર ની હાજરી માં એસ.પી સાહેબાને આવેદનપત્ર સોપવામાં આવ્યું અને 7 દિવસ માં કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

આવેદન પત્ર આપતી વખતે કચ્છ જિલ્લા ના પ્રભારી શ્રી કરમસિંહ મહેશ્વરી, તેમજ કુમારી ભાવનાબેન રાઠોડ સામાજિક એકતા જાગ્રુતિ મિશન ગુજરાત રાજ્ય ના સહ પ્રભારી અખિલ કચ્છ યુવા સંગઠન એસ.ટી એસ.સી ના પ્રમુખ દેવજીભાઈ મકવાણા તથા ઉપપ્રમુખ પરેશભાઈ ગોહીલ તથા સામાજિક કાર્યકર્તા જયભાઈ મહેશ્વરી કચ્છ જિલ્લા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : કાજલ રાઠોડ (ગાંધીધામ)

IMG-20200321-WA0062-0.jpg

Admin

Tulsibhai

9909969099
Right Click Disabled!