કોરોનાની મહામારી: સમગ્ર ગુજરાતમાં પત્રકાર એકતા સંગઠન સેવામાં જોતરાયું

સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થતા લોકો સ્વયમ બહાર નીકળી સરકારની ચિંતામાં વધારો ન કરે તે હેતુથી સામાજિક સંગઠનો તંત્રને મદદરૂપ થાય તે ખૂબ જરૂરી છે નવસારીના પત્રકાર એકતા સંગઠને પહેલ કરી છે જન સેવાનો ભેખ લીધો છે સોશ્યલ મીડિયાના માધ્યમ થી શાકભાજીનું પ્રાઇઝ લીસ્ટ જાહેર કરી ઓર્ડર નોંધી હોમ ડિલિવરી કરવાનું કામ કરે છે જે અભિનંદન ને પાત્ર છે તાપી જિલ્લામાં ફસાઈ પડેલા ૧૭ જેટલા માજદુરો માટે જિલ્લા કલેકટર સાથે ચર્ચા કરી રાત્રિ રોકાણ કરવા રહેવા અને જમવાની વ્યવસ્થા તેમજ તેને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા ઝોનના પ્રભારીની ટીમ દ્વારા કરવામાં આવી છે.
જે પ્રારંભ અભિનંદનને પાત્ર છે ઝોન ૬ના અમદાવાદ પત્રકાર રેખાબેન મુત્તથા ઘેર ઘેર ફરી ઉકાળા પાઈ રહ્યા છે.જેને કોરોના નથી તેઓને રોગ પ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાનું કામ અભિનંદન ને પાત્ર છેભરૂચના જિલ્લા પ્રમુખ અતુલભાઈની ટીમ પણ રોજે રોજ ૩૦૦ જેટલા ભૂખ્યા ને ભોજન કરાવે છે. જે કામગીરી કાયમી કરતા હોવાનું આ સંગઠન ને ગૌરવ છે અને અભિનંદન ને પાત્ર છે ૨૨ જિલ્લાઓમાં તાલુકા સહિતનું સંગઠન છે.
માત્ર સૌરાષ્ટ્ર ના ૧૦ જિલ્લા બાકી છે પત્રકાર સંગઠન સેવામાં લાગે તો ખૂબ સરળ એટલા માટે છે પોતે કાર્ડ ધરાવતા હોવાથી પત્રકાર તરીકેની સેવામાં છે જ કચેરીઓમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી લોક ઉપયોગી વ્યવસ્થા બની શકેતંત્ર સાથેના સતત સંપર્કમાં પણ કાયમ રહેતા હોવાથી સિસ્ટમ સાથે સંકલન સાધી તંત્રની પરવાનગી તંત્રની ગાઈડ લાઇન મુજબ કામગીરી કરી શકે છે તમામ સંગઠનો લોક પ્રશ્નો જાણી તેમાં મદદ રૂપ ભૂમિકા અદા કરે તેવું આહ્વાન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ કર્યું છે.
લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ
પત્રકાર એકતા સંગઠન