નવસારીમાં પત્રકારો શાકભાજીની હોમ ડિલિવરી કરશે : પત્રકાર એકતા સંગઠનની અનોખી પહેલ

નવસારીમાં પત્રકારો શાકભાજીની હોમ ડિલિવરી કરશે : પત્રકાર એકતા સંગઠનની અનોખી પહેલ
Spread the love

નવસારી-કોરોનાના કહેરમાં પણ માનવતા મહેકી ઉઠી છે કોરોના ના કહેર સામે દેશ ભરમાં લોક ડાઉન જાહેર થયું છે.લોકો ઘરમાં રહીને રોગ મુક્ત બચી શકે,અને રોગ ઉપર વહેલી તકે વિજય મેળવવા દેશ ભરમાં ૨૧ દિવસ નું લોક ડાઉન લાગ્યું છે,ત્યારે પ્રજાની મુશ્કેલી નો સધિયારો બનવાનું નવસારી ના પત્રકાર એકતા સંગઠને કાર્ય હાથ ધર્યું છે શાક ભાજીનું ભાવ સાથેનું લીસ્ટ સોશ્યલ મીડિયાના સહારે પ્રસિદ્ધ કરી ગ્રાહકોની ડિમાન્ડ નોંધવાનું ચાલુ કર્યું છે શરત માત્ર એટલી છે.

મીનીમમ ૩૦૦ રૂપિયાની ખરીદી કરવી અનેક ઓર્ડરો આવવા લાગ્યા એટલે નગર પાલિકા, કલેકટર, પોલીસ સાથે મસલત કરી, પરમિશન અને પાસની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરી આપવામાં આવી જાહેર કરેલા ભાવ ફિક્સ. શાકભાજી એકદમ સસ્તા એટલે કે નફો કે નુકસાન વિના હોમ ડિલિવરી. ચાર ટેમ્પો બેનર સાથે,જેને નવસારી ની શ્રેષ્ઠ સંસ્થા લાયન્સ કલબનો પણ સહયોગ મળ્યો છે. જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી હોમ ડિલિવરી કરવાનું બીડું નવસારી જિલ્લાના પત્રકાર એકતા સંગઠને ઉઠાવ્યું છે આમેય પત્રકારોની ડયુટી તંત્રની સાથે લાગેલી રહે છે.ફોગટનો સમય વ્યર્થ કરવાને બદલે સેવા કરવાનું બીડું જળપનાર નવસારીના પત્રકાર એકતા સંગઠન ને ખૂબ ખૂબ અભિનંદન.

લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ
પત્રકાર એકતા સંગઠન

4f3edfe5-bbf4-4df6-93c9-0a174c176347.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!